Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી પૂજા સંગ્રહ સાર્થ કેવળનાણ દિવાકરું મન
વિચરતા સુરપરિવાર. મનડું રે કનકકમળ પગલાં હવે મન,
જળબુંદ કુસુમ વરસાત; મનડુંo શિર છત્ર વળી ચામર ઢળે મન,
તરુ નમતા મારગ જાત. મનડું) ૩ ઉપદેશી કોઈ તારીયા મન,
ગુણ પાંત્રીશ વાણી રસાળ; મનડું નર નારી સુર અપછરા મન,
પ્રભુ આગળ નાટકશાળ. મનડું- ૪ અવનીતળ પાવન કરી મન
અંતિમ ચોમાસું જાણ; મનડું મોટો ઉપકાર છે. કેવળજ્ઞાન દિવાકર પ્રભુ દેવોના પરિવાર સહિત પૃથ્વીતળ ઉપર વિચરે છે. ૨.
સુવર્ણના કમળ ઉપર પ્રભુ પગ સ્થાપન કરે છે. દેવો જળના બુંદ અને કુસુમનો વરસાદ કરે છે, દેવો મસ્તકે છત્ર ધરી રહ્યા છે અને બે બાજા ચામર વીંજે છે. માર્ગમાં જતાં પ્રભુને વૃક્ષો પણ નમે છે. ૩. - પ્રભુની વાણી રસાળ પાંત્રીશ ગુણવાળી હોય છે, તે વાણી વડે ઉપદેશ આપી અનેક જીવોને તાર્યા. મનુષ્યો, સ્ત્રીઓ, દેવો અને અપ્સરાઓ પ્રભુની આગળ સુંદર નાટક કરે છે. ૪.
એ પ્રમાણે પૃથ્વીતળને પવિત્ર કરી છેલ્લું ચોમાસું જાણી પાર્શ્વનાથ પ્રભુ સંમેતશિખર ગિરિએ આવ્યા, જાણે મોક્ષમહેલના પગથીયા પર ચડતા હોય તેમ તે પર્વત પર ચઢ્યા. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org