Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૮
શ્રી પૂજા સંગ્રહ સાથે નવ કળશે અભિષેક નવ, એમ એકાદશ વાર; પૂજા દીઠ શ્રીફળ પ્રમુખ, એમ નવાણું પ્રકાર. ૫
ઢાળ પહેલી યાત્રા નવાણું કરીએ સલુણા, કરીએ પંચ સનાત;
સુનંદાનો કંત નમો. ગણણું લાખ નવકાર ગણજે, દોય અટ્ટમ છટ્ટ સાત. સુ૧ રથયાત્રા પ્રદક્ષિણા દીજે, પૂજા નવાણું પ્રકાર; સુ0 ધૂપ દીપ ફળ નૈવેદ્ય મૂકી, નમીએ નામ હજાર. સુ૦ ૨ આઠ અધિક શત ટુંક ભલેરી, મોટી તિહાં એકવીશ; સુ0 શત્રુજ્યગિરિ ટુંક એ પહેલું, નામ નમો નિશદિશ. સુo ૩
દરેક પૂજામાં નવ કળશવડે નવ અભિષેક કરવા. એમ અગિયાર પૂજામાં નવ-નવ અભિષેક કરવાથી નવાણું અભિષેક કરવા. પૂજા દીઠ શ્રીફળ વગેરે પણ નવ નવ ધરવા. એ રીતે નવાણું પ્રકાર સમજવા. પ.
ઢાળનો અર્થ આ શ્રી સિદ્ધાચલતીર્થની નવાણું યાત્રા કરીએ, અને તે પ્રસંગે પાંચ વખત સ્નાત્ર મહોત્સવ કરીએ. એક લાખ નવકારનું ગણણું ગણીએ, બે અઠ્ઠમ અને સાત છઠ્ઠની તપશ્ચર્યા કરીએ. ૧.
રથયાત્રા કરાવીએ, એક વખત મૂળમંદિરને ફરતી નવાણું પ્રદક્ષિણા દઈએ, નવાણું પ્રકારી પૂજા ભણાવીએ, ધૂપ-દીપ કરી ફળનૈવેદ્ય ૯૯-૯૯ મૂકી આ તીર્થના એક હજાર નામને નમસ્કાર કરીએ. ૨. . આ તીર્થની ૧૦૮ સુંદર ટૂંકો છે, તેમાં મોટી ટૂંકો એકવીશ છે, શત્રુંજયગિરિ નામની પહેલી ટૂંક છે. તે નામ લઈ રાત્રિદિવસ એ તીર્થને નમસ્કાર કરીએ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org