Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૯
શ્રી નવાણુંપ્રકારી પૂજા સહસ અધિક આઠ મુનિવર સાથે, બાહુબલિ શિવઠામ; સુ0 બાહુબલિ ટુંક નામ એ બીજું, ત્રીજું મરુદેવી નામ સુ) ૪ પુંડરીકગિરિ નામ એ ચોથું, પાંચ કોડી મુનિ સિદ્ધ; સુ0 પાંચમી ટુંક રૈવતગિરિ કહીએ, તેમ એ નામ પ્રસિદ્ધ. સુ) ૫ વિમળાચળ સિદ્ધરાજ ભગીરથ, પ્રણમીજે સિદ્ધક્ષેત્ર; સુ0 છ'રી પાળી એણે ગિરિ આવી, કરીએ જન્મ પવિત્ર. સુO ૬ પૂજાએ પ્રભુ રીઝવું રે, સાધું કાર્ય અનેક સુ0 શ્રી શુભવીર હૃદયમાં વસજો, અલબેલા ઘડી એક. સુ) ૭
એક હજાર ને આઠ મુનિઓ સાથે સિદ્ધ થયેલ બાહુબલિના મોક્ષસ્થાનની સ્થાપના કરવામાં આવેલ હોવાથી બીજી ટુંકનું નામ બાહુબલિ છે, અને ત્રીજી ટુંકનું નામ (આ ટુંકમાં મરુદેવી માતાની સ્થાપના કરવામાં આવેલ હોવાથી) મરુદેવી ટુંક છે. ૪.
પાંચ ક્રોડ મુનિવર સાથે પુંડરિક ગણધર આ તીર્થ પર સિદ્ધિપદ પામેલ હોવાથી ચોથી ટુંકનું નામ પુંડરિકગિરિ છે, રૈવતગિરિ (ગિરનાર) એ આ તીર્થની પાંચમી ટૂંક હોવાથી એ પાંચમું નામ પ્રસિદ્ધિ પામેલ છે. ૫.
છઠું નામ વિમળાચળ, સાતમું નામ સિદ્ધરાજ, આઠમું નામ ભગીરથ અને નવમું નામ સિદ્ધક્ષેત્ર છે, તેને પ્રણામ કરીએ છરી' (૧. સચિત્તપરિહારી, ૨. એકલઆહારી, ૩. પાદચારી, ૪. ભૂમિસંથારી, ૫. બ્રહ્મચારી, ૬. આવશ્યક દોમવારી) પાળતાં આ ગિરિપર આવીયાત્રા કરી માનવજન્મને પવિત્ર કરીએ. ૬.
પ્રભુની પૂજા કરી પ્રભુને પ્રસન્ન કરું અને મારા અનેક કાર્યોને સાધું, શ્રી શુભવિજયના શિષ્ય પં. વીરવિજયજી મહારાજ કહે છે, કે-હે અલબેલા પ્રભુ ! તમે એક ઘડી પણ મારા હૃદયમાં વસજો કે જેથી મારાં કાર્ય સિદ્ધ થાય. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org