Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૧
સ્નાત્ર પૂજા સાથે જે જિન ઉપર દુમણો પ્રાણી,
તે એમ થાજો લૂણ ક્યું પાણી. લૂણ૦ ૬ અગર કૃષ્ણાગરુ કુંદર સુગંધે,
ધૂપ કરીને વિવિધ પ્રબંધે. લૂણ૦ ૭
શ્રી આદિજિન આરતી જય જય આરતી આદિ જિગંદા,
નાભિરાયા મરુદેવીકો નંદા. જય૦ ૧. પહેલી આરતી પૂજા કીજે,
નરભવ પામીને લાહો લીજે. જય૦ ૨ દૂસરી આરતી દિનદયાળા,
ધૂળેવા મંડપમાં જગ અજવાળા. જય૦ ૩
જે પ્રાણી શ્રી જિનેશ્વર ભગવંત પ્રત્યે દુષ્ટ મનવાળો થાય છે તે પાણીમાં જેમ લૂણ ઓગળી જાય છે તેમ દુઃખી થાય છે. ૬.
અગર, કૃષ્ણાગર અને સુંદર વગેરે સુગંધી દ્રવ્યોથી બનાવેલો ધૂપ શ્રી પ્રભુની સન્મુખ કરીએ. ૭.
આદિજિન આરતીનો અર્થ - આ આરતીમાં શ્રી નાભિરાજા અને મરુદેવી માતાના પુત્ર શ્રી આદિ જિનંદ્ર જયવંતા વર્તો. ૧.
પ્રથમ આરતીમાં શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા કરીને આ મનુષ્યભવ પ્રાપ્ત કર્યાનો લાભ દઈએ. ૨.
બીજી આરતીમાં દીનદયાળ પરમાત્માએ ધૂલે વા (કેસરીયાજી) મંડપમાં બીરાજી જગત્ પર પ્રકાશ પાથર્યો. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org