Book Title: Paryushan Parv Vyakhyanmala
Author(s): Jainatva Vicharak Mandal
Publisher: Jainatva Vicharak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ વ્યાખ્યાનમાળા જિજ્ઞાસામાંથી જન્મી છે. જિજ્ઞાસા જ એને પષે છે. જે યોગ્ય રીતે એનું સંચાલન થાય તો એ દ્વારા જિજ્ઞાસા પિોષાશે, શુદ્ધ થશે અને વાસ્તવિક ધર્મની દિશામાં પ્રેરાશે, પછી પેલા જુના પંડિતમિત્રને કે પેલા વાવૃદ્ધ ગૃહસ્થને કદી ફરિયાદ કરવાને કારણ જ નહિ રહે. કલ્પસૂત્ર રાત્રિએ અને અમુક મંડળીમાં જ વંચાતું, એ પ્રથા માત્ર જૈન પરંપરામાં જ ન હતી. પણ હજાર વર્ષ પહેલાં બ્રાહ્મણ પરંપરામાં પણ અમુક ગ્રંથોનું જ્ઞાન અને વાંચન રાત્રિએ જ કરવાની ગૂઢ પ્રથા હતી. બૌદ્ધ પરંપરામાં પણ એવાં કેટલાંક પુસ્તકો હોવાની વાત મેં હમણું પ્રામાણિક ઈતિહાસમાં વાંચી કે જે જૈન, બ્રાહ્મણ કે બૌદ્ધ એકે પરંપરામાં રાત્રે ગુપ્તદાન દેવાની પ્રથા રહી નથી. જેમ જેમ યુગ આગળ વચ્ચે તેમ તેમ જ્ઞાનનું ક્ષેત્ર વિસ્તર્યું. અને અસાધારણ મટી સાધારણ બનતું ગયું. જેમ શીખવતાં શીખવતાં પુસ્તક દિવસનાં થઈ ગયાં તેમ એજ પવિત્ર પુસ્તકે અમુક સ્થાનમાં જ અમુક રીતે, અમુક પ્રકારની વ્યક્તિદ્વારાજ વંચાતા મટી વિશાળરૂપ ધારણ કરતાં થયાં અને આજે એ ભારતીય ધાર્મિક સાહિત્ય લગભગ પચાર કરોડ જેટલા વિશ્વના માનવગણને સુલભ થઈ ગયું છે અનેક ભાષામાં અવતર્યું છે. હિમાલયના ઉચ્ચાતિઉચ્ચ શિખરો ઓળંગી તેની પેલી પાર થયું છે. અને હજારો માઈલના લાંબા પહોળા સમુદ્રને તરી તેને સામે પાર પ્રતિષ્ઠા પામે છે. આવી નવયુગની નવીન ઉદાર પરિસ્થિતિને ઉપયોગ જે આવી વ્યાખ્યાનમાળાના સૂત્રધાર કરી લે તે વિશ્વનું કલ્યાણ એક અંશે તો થાય જ. અમે આ યુનિવર્સિટીમાં જૈન વિદ્યાર્થી મંડળે આવીજ વ્યાખ્યાનમાળા સાર્વજનિક રીતે ગોઠવી છે જે તારીખ દસથી અઢાર ઓગણીસ સુધી ચાલશે. એટલે બધા જૈન પંથના પજુષણ દિવસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130