Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી તીર્થકરના સમયના મનુષ્યનું વર્ણન.
હવે બીજે જડ આશ્રયી એક શેઠના પુત્રને દષ્ટાંત કહે છે. કોઈ એક શેઠને પુત્ર, દુર્વિનીત હતું, તે પિતાનાં મા બાપ સાથે વઢવાડ કર્યા કરે, તેને મા બાપ, ઘણું ઘણાં સમજાવે, પણ તેનું કહ્યું માને નહીં. પછી કુટુંબના માણસે તેને શીખામણ આપી કહ્યું કે માબાપ સામું બોલવું નહીં; તેવારે તેણે કહ્યું વારૂ. પછી એક દિવસે મા બાપ પ્રમુખ સર્વ કુટુંબ મલી પુત્રને ઘર સંપીને બાહિર ગયાં. પછવાડે પુત્ર ઘરનાં કમાડ આડાં જડી, માંહે સુઈ રહ્યો; પછી તે પાછાં ફરી આવ્યાં, તેવારે પુત્રને ઘણાં સાદ કર્યો, તે પણ પુત્ર જબાપ આપે નહિ. તેવારે તેને બાપ ઉપરવાડે ચઢી ઘરમાં આવ્યું અને જુએ છે તે પુત્ર ખાટલા ઉપર બેઠે બેઠે હસે છે, કુદે છે, તેવારે બાપે કહ્યું કે હે પુત્ર! તને આટલા સાદ કર્યા તો પણ કેમ જબાપ આપે નહીં? તે સાંભલી પુત્ર કહેવા લાગો કે તમેંજ મુજને મનાઈ કરી હતી, જે વડેરા સામું બોલવું નહીં. તે માટે મે જબાપ દીધે નહિં અને કમાડ પણ ખેલ્યાં નહીં. એકદા પિતા કહ્યું કે અશ્વ તરસ્યો છે માટે પાણી પીવરાવજે, અને નવરાવજે. તેણે કહ્યું કે બે કામ નહીં કરું. તેવારે પિતાયે કહ્યું કે નવરાવજે. પછી અશ્વ ઉપર ચઢી તલાવે જઈ અશ્વનું મુખ બધી નવરાવી પાછો ઘરે અશ્વ આણે. તરસ્ય હતા માટે આકુલ વ્યાકુલ થતે અશ્વ દેખી શેઠે પુત્રને મૂર્ખ જાણી કાઢી મૂક્યા અને કહ્યું કે વાટમાં કઈ મલે તો તેને માટે સાદે જુહાર કરજે. પછી વાટે જાતાં એક પારધી પાસે માંડી મૃગલાં એકઠાં કરી લે છે, તેને દેખી માટે સાદે જુહાર કર્યો, તેથી મૃગલાં નાશી ગયાં. પારધિયે માર આપી, પછી