Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી તીર્થંકરના સમયના મનુષ્યનું વર્ણન.
૫ પરિવાર છેડીને વૈરાગ્ય પામી સ્થવિર પાસે વૃદ્ધ અવસ્થાયે દીક્ષા લીધી. એકદા સમય થંડિલથકી આવી ઈર્યાપથિકા કિયા પડિકકમતાં કાઉસ્સગ્નમાં ઘણે વખત લાગે. તેવારે ગુરૂયૅ પૂછયું ? જો કેકણિક સાધુ! તુજને ઘણે વખત કેમ લાગે ? તે સાંભળી સાધુ જુપણે બે કે હે સ્વામીજી ! મેં આજ જીવદયા ધ્યાયી. તેવારે ગુરૂ બેલ્યા તમેં કિશી જીવદયા ધ્યાયી? તે સાંભળી સાધુ બોલ્યો કે જેવારે હું ગૃહસ્થાવાસમાં હતું, તેવારેં વષકાલે સર્વ જગાયે સૂડકરતે, વૃક્ષ ઉખેડત, અવલી કરતે, હલ ખેડતે, તે થકી મહારા ઘરમાં ઘણું ધાન્ય નીપજતું હતું. તેણે કરી મહારું સમસ્ત કુટુંબ સુખી રહેતું હતું, અને હવે મહારા કરાં ખેતીમાં સમજતાં નથી માટે નિરૂદ્યમી થકાં નિશ્ચિત બેઠાં હશે ? ભૂખે મરતાં હશે ? એવી રીતની મેં જીવદયા ધ્યાયી, તેવારે ગુરૂ બેલ્યા, અરે સાધુ ! તમે મિથ્યાત્વ રૂપ પાતક ધ્યાવું, કેમકે પાપ વિના ખેતીને ધંધે થાય નહીં. તે માટે મિચ્છામિ દુક્કડ દઈને શુદ્ધ થાઓ.
હવે ત્રીજે દષ્ટાંત કહે છે. સોરઠ દેશને વિષે એક બ્રાહ્મણ રહેતું હતું, તેને પુત્ર સાસરે જવા લાગે, તેવારે પિતાયે શિખામણ આપી કે હે બેટા! એક વાર હા કહેવી અને એક વાર ના કહેવી, એવી પિતાની શિક્ષા ધારણ કરીને સાસરે પહોતે. ત્યાં સાસુ, સસરાયે પૂછયું જે ભટ્ટજી ! તમે આવ્યા? તે વારે બ્રાહ્મણ બોલ્યા હાજી. ફરી સાસુ, સસરે પૂછયું, ઘરે કુશલ ક્ષેમ છે? તેવારે બ્રાહ્મણ બોલ્યા ના છે. તેવારેં ફરી પૂછયું કે તમારે પિતા દેવલેક પહતા? તેવારે કહ્યું હાજી. ફરી પૂછયું, તેમની પછવાડે કાંઈ ખરચ