________________
હવે તે પધારે! હે નાથ! આપના વિરહ-વિજોગે મને ભારે ચિન્હા-દુઃખ થાય છે. એ બધું વિરહાનળનું દુખ મનમાં ને મનમાં જ સમાવી દઉં છું. એ દુઃખ કહ્યું જાય એમ નથી. તે દુઃખ અસહા-અનંતું થાય છે. (૧)
હે સ્વામિનું હવે આપ બાળભાવ-અજ્ઞાનદશા છોડને પ્રૌઢાવસ્થા પામેલા હેવાથી ઉચિત મર્યાદા આપને શોભે તેવી પ્રવૃત્તિ ગ્રહણ કરે અને અનંત કાળ પર્યત સ્વભાવિક સુખને અનુભવ કરે. નકામી ઉપાધિમાં પી હવે ખરી તક ન ગુમાવે. ટા કલ્પિત સુખમાં મુંઝાઇ અમૂલ્ય સમય છે નહીં. (૨)
સેવકની લાજ રાખવી-વિનતિ સ્વીકારવી તે આપ સ્વામીનાજ હાથમાં છે, તે પછી મારે ઘરે પધારતાં આપ કેમ વિલંબ કરે છે? બધી ઘૂંચ કાઢી નાખી, આપ મારી વિનંતિ સ્વીકારી હવે મને પાવન કરે. એમાં આપને વિલંબ કરો ઘટતે નથી.(૩)
ચાતક જેમ મેઘની રાહ જુએ તેમ આતુરતાથી હું આપને મેળાપ ચાહું છું. યાચકને દાની બંને ભેળા થયા પછી હવે ઈચ્છિત આપવામાં ઢીલ કરવી શેભતી નથી. મારી યાચના પૂરી કરવી આપનાજ હાથમાં છે. (૪)
આ પ્રમાણેની ખરા દીલની સુમરાની વિનતિ ચેતન-દાતાના વલમાં વસી અને તેને પોતાની ખરી અંશના જાણીને તેના મરથ પૂરા કર્યા. (૫)
સાર બોધ-ભવ્ય આત્માને ઉચિત છે ક–હવશ કુમતિના ફંદમાથી છૂટી જઈ, પરમ સુખશાંતિ ઉપજાવનારી સમતાને સંગ જેમ બને તેમ ખરી સમજ સાથે સામાયિક