________________
(૧૬) સંસાર પણ સમુદ્રની ઉપમાવાળે છે. સમુદ્રમાં અનેક પ્રકારના ઉપદ્રો રહેલા હોય છે. તેને અનુભવ જળવાટે મુસાફરી કરનારને થાય છે. આ સંસારમાં પણ મેક્ષ સુધી પહોંચતાં હજુ ઘણા ઉપદ્ર સહન કરવા પડે તેમ છે. તે સર્વ ઉપદ્રને સહન કરીને, પરિસહેને જીતીને, પ્રમાદને દૂરના દૂર રાખીને આત્મજાગૃતિ રાખવી પડશે. તેજ ધારેલે સ્થાને પહોચાશે, માટે શુદ્ધ ચેતના કહે છે કે હવે તમારી મતિએ ન ચાલતાં હું કહું છું તે વાતને બુદ્ધિ તમારા હૃદયમાં ધારણ કરે અને તે પ્રમાણે વર્તન કરી-નિરંતર સાવધાન રહે. ૨.
ચિદાનંદજી મહારાજ કહે છે કે-હે જ્ઞાનમય મુત્તિવાળા! જ્ઞાનસ્વરૂપી આત્મા ! તારી હૃદયરૂપ દષ્ટિને ખેલીને આંતરચક્ષુવડે જો અને તારી સ્થિતિને અનુભવ કરી તારે આગળ પ્રયાણ કરવા માટે શું શું કરવા યોગ્ય છે? એને નિરધાર કર અને તે પ્રમાણે વર્તન કરી સાધ્યને મેળવ. ૩.
સાર-આ ટુંકા પદમાં પણ કર્તાએ હિતશિક્ષા ઘણી આપી છે. આત્માને તેની સ્થિતિ એાળખાવી છે અને હવે ફરીને પ્રમાદમાં ન પડી જાય તેટલા માટે મજા ઘણું દૂર છે એમ બતાવીને સાવચેત કરેલ છે. આ પદનું રહસ્ય જે ભવ્ય જીવ પિતાના હૃદયમાં ધારણ કરી, તેને વિચાર કરી, તદનુકૂળ વતન કરવા સાવધાન થઈ જશે તે મનુષ્ય અવશ્ય વાંચ્છિત લાભને મેળવી શકશે. તથાસ્તુ. ઇતિ શ્રી ચિદાનંદજી (કપૂરચંદ્રજીત)
" બહેતરી સાથે સમાપ્ત.