________________
(૬૮)
૪ મારે બીજાની સાત્રિએ ચંદ્રની કળા પ્રગટે છે. ત્યારે સહુ કે તેને દેખવા-જેવા દે છે, પરંતુ એ જ ચંદ્ર પુનમે પૂરી સેળ કળા પામી રહે છે ત્યારે કે તેને જેવા જતું નથી અને તેની કળા ક્ષીણ લાછી) થવા માંડે છે એટલે તે પ્રથમની જેમ પ્રીતિપાત્ર થતું નથી. - ૫ કેઇ એવા દુષ્ટ અપરાધ પ્રસંગે અપરાધીને શિક્ષા દેવા અંગમાં ઠીકઠીક શોભનિક ને ઉપયોગી લેખાતાં કાન ને નાકને રાજાએ છેદાવી નાખે છે અને અંગમાં પગ (ચરણ) સાવ નિકૃષ્ટ-હલકા-લઘુ લેખાય છે તેથી શિષ્ટ ને પૂજ્ય જનનાં ચરણે પૂજાય છે.
૬ નાનું બાળક રમતગમતમાં રાજમહેલમાં ચાલ્યું ગયું હોય તે તેમાં વસનારી અતેકરીઓ અને તેની દાસીએ ભેગી મળીને પ્રીતિથી તેને ખેાળામાં બેસાડી રમાડે છે, પણ જે કઈ મેટી ઉમ્મરને અજાણ્યા માણસ હેય તે તે ત્યાં જવા પામેજ નહી અને ભૂલે ચુકયે કદાચ કઈ ત્યાં જઈ ચડ્યો હોય તે તેના જીવનું જોખમ થાય છે, નાના બાળકમાં નિર્દોષતાસરલતા-પ્રસન્નતા જોઈ-જાણુ સહુ તેની ચાહના કરે છે અને મેટામાં ખેટી આશંકા લાવી તેને પ્રાણ લેવા તત્પર થઈ જાય છે.
૭ પૂર્વોક્ત પ્રકારે મદ અભિમાનમાત્રને સાળી નાખવાથી જીવ ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ તીર્થકર જેવી પદવી પામે છે. એ રીતે ચિદાનંદજી મહારાજ હિતશિક્ષા આપી છેવટે જણાવે છે કે આ પ્રમાણે જાણતાં છતાં કઈ વિરલ સદ્ભાગી જનાજ ખરી હિતકરણા આદરી સુખી થાય છે.