________________
(૧૪) સ્વભાવરૂપ પુ ઉપજાવીએ-ઉગીએ(અને તે પ્રભુને ચડાવીએ). ધ્યાનરૂપ ધૂપ કરીએ, જ્ઞાનરૂપ દીપક ધરીએ, એ રીતે અષ્ટકર્મને જીતવા સારૂ બે પ્રકારના તપરૂપ નૈવેદ્ય પ્રભુ પાસે ચડાવીએધરીએ. નિર્મળ દળવાળા અને સરસ-રસવાળા ફળ ઢોઈએ તેમજ અખંડ ધરૂપ અક્ષતને સ્વસ્તિક કરીએ. આવી રીતે અષ્ટપ્રકારી દ્રવ્યપૂજા કરીએ. ૩-૪-૫. . હવે અનુભવજ્ઞાનરૂપ પ્રભાત થયું અને મિથ્યાત્વરૂપ અંધકાર નાશ પામે, એટલે ઉપર પ્રમાણે જિનેશ્વરની દ્રવ્યપૂજા કરીને પછી તેમના ગુણ ગાઈએ-ભાવપૂજા કરીએ. એવા પ્રકા. ૨ની ભાવપૂજા નિરંતર-દરરોજ કરીએ. ચિદાનંદજી કહે છે કે એમ કરવાથી સહેજે શિવપુરને પ્રાપ્ત કરીએ–ાક્ષસુખને પામીએ. ૬-૭
, , નેધિ–આ પદ નથી પરંતુ સ્તવન છે. કેઈપણ સ્થળે ચિદાનંદજીએ અજિતનાથજીના બિંબ સમક્ષ આ સ્તવનની રચના કરેલી સંભવે છે. જે તારંગાજી તીર્થે પધાર્યા હશે તે તે ત્યાંજ કરી હશે. આ સ્તવનમાં અષ્ટપ્રકારી પૂજાને બહુ સારૂં રૂપક આપેલ છે. દ્રવ્યની સાથેજ ભાવનું સંમેલન કર્યું છે અને તેની ખાસ જરૂર છે. દ્રવ્યપૂજા કરતાં ભાવની નિર્મ હતા તે હેવી જ જોઈએ. તે સાથે દ્રવ્યપૂજા કરવાના હેતુ પણ સમજવા જોઈએ, તે બરાબર સમજાવેલ છે. પ્રાંતે ભાવપૂજાની આવશ્યકતા-ખાસ કર્તવ્યતા સૂચવીને સ્તવન સંપૂર્ણ કરેલ છે. આ સતવત કઠે કરીને વારંવાર ભગવંતની સમક્ષ ભાવપૂર્વક કહેવા લાયક છે અને હૃદયમાં સમજવા લાયક છે. '