________________
(૧૩૬) મેરી મેટી બુંદ ગિરત વસુધા શુચિ,
પ્રેમ પરમ જર લાયે. સુદ ૨ ચિદાનંદ ચાતક અતિ તલસત,
શુદ્ધ સુધાજલ પા. સુ૩ અથ...હે માઈ ! હે માતા ! તમે જુઓ ! ધ્યાનઘટારૂપ ઘન (વરસાદ) તરફ વિસ્તરી રહ્યો છે.
હવે તે વરસાદમાં ઇંદ્રિયદમન રૂ૫ વિજળી દશે દિશામાં ચમકે છે અને અનાહત નાદરૂપ ગજ્જરવ થઈ રહે છે. ૧,
પરમ પ્રેમરૂપ જળના મોટા મોટા બુંદ (છાંટા) પવિત્ર થયેલી વસુધા (પૃથ્વી) ઉપર પડે છે. ૨
અને એ વખતે તૃષાવડે અત્યંત તલસતા આત્મારૂપ ચાતકને શુદ્ધ સુધા (અમૃત) જળ પાઈને તેને શાંત કરવામાં આવે છે એમ ચિદાનંદજી મહારાજે કહે છે. ૩
સાર–આ પદમાં આત્મા જ્યારે ધ્યાન દશામાં લીન થાય છે ત્યારે તેની કેવી સ્થિતિ વતે છે તે વરસાદની સાથે ઘટાવેલ છે.
એ અવસરે પાંચ ઇન્દ્રિયનું દમન થાય છે તેને પિતાને વશવર્તી કરવામાં આવે છે. તેના વિષયે પ્રત્યે દેડતી તેને અટકાવી દેવામાં આવે છે અને અનાહત નાદ કે જે સ્વયમેવ ઉત્પન્ન થાય છે તે સેહે સ્વર વારંવાર થયાજ કરે છે. વળી પરમ પ્રેમ–જગતના જીવમાત્ર પ્રત્યે સમભાવ અથવા પરમાત્મા પ્રત્યેને અપૂર્વ પ્રેમ તદ્રુપ જળને પવિત્ર આત્મભૂમિ ઉપર વર