________________
(૧૫૮ )
વળી તે વાણી સ્યાદ્વાદરૂપ મુદ્રાથી મુદ્રિત થયેલી છે અને સુરરિતા જે ગંગા નદી તેના પાણીની જેવી પવિત્ર છે. વળી અતર્રમાં રહેલી મિથ્યાત્વરૂપ લતા વેલડીને કાપવા માટે તલવાર જેવી છે. ૨.
હે નાથ ! અહા ઇતિ આશ્ચયે ! તે વખતે સમવસરજીમાં અસંખ્ય ચંદ્રો આ તિચ્છોલાકમાં મળે છે, છતાં લેાકાલેાકપ્રકાશક જે કેવળ જ્ઞાન તેના અંશને પણ પામી શકતા નથી, એવા કેવળજ્ઞાનને શેની ઉપમા આપવી ૩.
વળી એ વાણી સમ્યગ્ ભાવના વિરહ તેમજ વિયેાગને હરનારી છે અને સમકિતના સંગની સધીને વેગે મેળવી દેનારી છે. વળી તેના અનેક પ્રકારના અવચકપણાથી–જે તેને તદ્રુપે સમજે તે પ્રાણી આણુાભિમુખપણું કહેવરાવે છે. ૪.
અક્ષરના (કેવળજ્ઞાનના) અનંતમા ભાગરૂપ તે વાણી આપ લેપરહિતપણે-સ્પષ્ટપણે સુખદ્વારા કહે છે. તેનાવડે-શબ્ય જીવના ક્ષયાપથમ ભાવની વૃદ્ધિ થવાથી આપના શુદ્ધ વચનના રસ તે ચાખી શકે છે. પ.
પણ હે સ્વામી!એવી રીતે માત્ર તેના સ્વાદ ચાખવાથી મન તૃપ્ત થતું નથી, માટે સ્વાદ ચખાડ્યા પછી શા માટે લાભાવા છે ? ટટળાવા છે ? હવે તા હું કરૂણાના સાગર પ્રભુ ! મારી ઉપર કરૂણા કરીને મને પેટ ભરીને તે પાએ-પીવા દ્યો. ૬.
એ વાણીના અંશમાત્ર પામ્યાથી પણ બે અશુભ ગતિતા નાશ પામે છે ( દૂર થાય છે). ચિદાનંધ્રુજી મહારાજ કહે છે કે એવી એ વામાસુત પાર્શ્વનાથ પરમાત્માની વાણીની