________________
( ૧૩૧ )
૫૪ ૫૬ મુ. શ્રી ચદ્રપ્રભુનું સ્તવન. (રાગ—સાયણી)
સરણ તિહારે ગહી છે, ચંદા પ્રભુજી ખે;
સરણ તિહારે ગહી છે. એ આંકણી, જનમ જરા મરણાદિક કેરી,
પીડા અહુત સહી છે. ચંદા પ્રભુ॰ ૧ પરદુઃખભંજન નાથ બિરૂદ તુમ,
તાતેં તુમકુ` કહી છે. ચંદા પ્રભુ૦ ૨ ચિદાનંદ પ્રભુ તુમારે દરસથી,
વેદના અશુભ દહી છે. ચંદા પ્રભુ૦ ૩ અથ—હે ચંદ્રપ્રભ-પ્રભુજી ! મેં તમારૂં શરણુ ગ્રહણ કર્યું છે. હૈ પ્રભુ ! મે* આજસુધીમા જન્મ જરા ને મરણુની પીડા અનતા ભવમાં બહુ સહન કરી છે: (૧)
હે પ્રભુ ! તમે પરદુ:ખભંજન-બિરૂદ ધરાવા છે. તેથી મારી પીડાની વાત મેં તમને કહી છે. (૨)
હૈ જ્ઞાનાનંદી પ્રભુ ! તમારા દર્શનથી મારી અશુભ વેદના માત્ર નાશ પામી ગઇ છે. આ પ્રમાણે ચિદાનંદૅજી મહારાજ કહે છે. (૩) ( આ ટુંકુ સ્તવન ભાવનગરમાં બીરાજતા ચંદ્રપ્રભુ સમક્ષ અનાવ્યું હશે એવા સંભવ રહે છે.)
સાર—આ નાના સરખા સ્તવનમાં ભાવ સારા ભર્યાં છે. ચંદ્રપ્રભુજીને આ આત્મા વિનંતિ કરે છે કે-હે પ્રભુ!