________________
શું કઈ
જે જીવ ! તને
પ્રકારનું છે
(૧૧) અર્થ આ જગતમાં આત્મધ્યાન સમાન બીજું કોઈ મેક્ષનું સાધન નથી. એમ હે ભવ્ય છવ! તું જાણ
ધ્યાન ત્રણ પ્રકારનું છે. ૧ રૂપાતીત ૨ રૂપસ્થ અને ૩ પિંડી, તેમાં રૂપાતીત ધ્યાનને માટે રૂપસ્થાદિક ધ્યાન કરવાના છે. તેમાં પણ નવીન ધ્યાતાને પ્રથમ પિંડસ્થ ધ્યાનની પ્રધાનતા છે. અર્થાત્ પ્રથમ તે ધ્યાન કરવા યોગ્ય છે. ૧) (પદસ્થને રૂપસ્થમાં સમાવેશ છે.)
- હવે તે પિંડસ્થ ધ્યાન શી રીતે કરવું તેનું વિધાન આ પ્રમાણે છેઃ-પ્રથમ રેચક, પૂરક, કુંભક અને શાંતિક કરીને સુખમના જે મધ્ય નાડી, તેને તેના ઘરમાં લાવવી. પછી પ્રાણ, સમાન, ઉદાન, અપાન અને વ્યાન એ પાંચ પ્રકારના વાયુને કબજે કરવા-પિતાને સ્વાધિન બનાવવા, એટલે સહજ સ્વભાવ રૂપ સુરંગ સભામાં અનહદ તાન અથવા અનાહત નાદને અનુભવ થશે. (૨-૩)
ઉપર પ્રમાણે કરવામાં ધ્યાનને યોગ્ય આસન કરી, પવિત્ર એવી સમમુદ્રા ધારણ કરવી. આ પ્રમાણે ગુરૂગમી જ્ઞાન મેળવીને તવોચ્ચ પ્રયત્ન કરી અજપા જાપ જે શાહ તેને સંભાર-તે જાપ કરવો અને આત્મિક અનુભવના રસનું પાન કરવું. (૪)
ઉપર જણાવેલું આત્મધ્યાન ભરત ચકીએ રિસોભુવનમાં પ્રાપ્ત કર્યું અને તેથી કેવળજ્ઞાન મેળવ્યું. શ્રી ચિદાનંદ મહારાજ કહે છે કે-શુભ ધ્યાનના ચે લવ્ય જીવન નિર્વાણ પદને મેળવે છે–પ્રાપ્ત કરી શકે છે. (૫)