________________
. (૧૩) ચિદાનંદ મહા સમેવા, સિલસિલ ખાવારી સહજ યામ ઘર આયે સી મુખ હેરી ગરી. ૫
અર્થ_શુદ્ધતના સુમતિ સખીને કહે છે કે-આજ તે સહજશ્યામ જે વિશુદ્ધ આત્મા–મારા સ્વામી તે પોતાનામારા ઘરમાં આવ્યા છે, માટે તમે તેના આનંદમાં તમારા સુખે હેરી ગાઓ. અને શુદ્ધ જ્ઞાનરૂપી કુંજની ગલીમાં અનેક પ્રકારના રંગ મચા. (૧)
વાળી શુદ્ધ શ્રદ્ધાનરૂપ સારા વર્ણવાળા પુષ્પવડે એક ઉત્તમ મંડપ બાં કે જેમાં રહીને સ્વામી સાથે આનંદ કરી શકાય. (૨)
પછી સુવાસનારૂપ ચંદન અને શુભભાવરૂપ અરગજા અત્તરાદિ દ્રવ્યે મારા પ્રીતમને અંગે લગાવો-તેનુ વિલેપન કરે.(૩)
અને હે પ્યારી ! અનુભવાનરૂપ રસ, પ્રેમરૂપ પ્યાલામાં ભરી ભરીને મારા કંથને-ભર્તારને પાઓ. (૪)
ચિદાનંદજી કહે છે કે–પછી સમતારસના મેવા પતિની સાથે હળીમળીને ખાઓ તેને આપવાદ . (૫)
આ રીતે મારા શ્યામસુંદર, ઘરે આવ્યા છે માટે હે સખી ! તમે હોરી ગાવા વિગેરે તમામ ક્રિયાઓ કરે કે જેથી તેઓ પ્રસન્ન થઈને અહીં જ સ્થિતિ કરે. પરઘરે (પરભાવમાં) જવાની ઈચ્છા જ ન કરે. - સાર–આ પદ પાછળના પદની પૂત્તિમાં બનાવેલું જણાય છે. પાછલા પદમાં ટુંકામાં હેરી ખેલવાનું બતાવ્યું