________________
(૯૭) આ સ્ત્રી તે સમતા અથવા વિરતિ સંભવે છે કે જે તેના સ્વામી વિરતિ ધારણ કરનારની શોભા વધારે છે. વળી તે બાળકુમારી છે, તેણે એક નાથ સ્વીકારેલ નથી. તેના તે અનેક નાથ છે. તેમજ જે તેના સ્વામી કહેવાય છે તે વિરતિધારીજ તેના પિતા પણ છે–તેને જન્મ આપનાર છે. વિરતિ ધારણ કરનાર પિતામાંથીજ તેને પ્રગટાવે છે. વળી તે વિરતિધારી આખા જગતના સર્વ પ્રાણીના હિતેચ્છુ હોય છે. - હવે તે બાળા (વિરતિ)ને આઠ દીકરી–પાંચ સમિતિ ને વણ ગુણિરૂપ થઈ, છતાં તે સ્વભાવે બ્રહ્મચારિણીજ કહેવાય છે. તે આઠ પુત્રીને પૂર્ણચંદ્ર જે શુદ્ધ સ્વરૂપી આત્મા તેની સાથે પરણાવી છે. તેણે તેને પોતાની કરીને સ્વીકારી છે. પણ તેઓ એક શય્યા ઉપર સુતા નથી. સહજ માત્ર પણ પ્રમાદ સેવતા નથી અથવા એક શવ્યાએ શયન કરવાનું તે આઠ પ્રવચન માતા કહેવાતી હોવાથી તેનું કામ પણ નથી. (૨) - હવે તે આઠ કન્યાઓને બાર પુત્ર (બાર પ્રકારની અવિરતિના ત્યાગ રૂપ) થયા. પરંતુ તે પુત્રો અજન્મા કહેવાય છે, કારણ કે તેને કર્તા કોઈ નથી. તેઓ પોતે જ આત્માના . ગુણરૂપ છે. (૩)
આ માતા, પિતા ને પુત્ર એક દિવસના જન્મેલા છતાં નાના મોટા કહેવાય છે. એટલે તેઓ આત્માના ગુણરૂપ, હોવાથી તેને જન્મ સાથે જ કહી શકાય, છતાં પ્રથમ વિરતિધારક ને પછી તેની આઠ પુત્રી ને પછી બાર પુત્ર એમ નાના મોટા કહી શકાય છે. તે બધાનું મૂળ પરમાત્મા અથવા તેમની