Book Title: Mahopadhyay Yashvijay ke Darshanik Chintan ka Vaishishtya
Author(s): Amrutrasashreeji
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ હાર્દિક અભિનંદન પ.પૂ. અમૃતરસાશ્રીજી મ.સા. અમદાવાદ, તા. 7-11-2013 સુખશાતા... વંદના મહોપાધ્યાય યશોવિજયજી મ.સા.ના દાર્શનિક ચિંતનનું વૈશિસ્ય” વિષય ઉપર આપને સાહિત્યીક Doctrate Ph.D. ની પદવી મળી છે તે જાણી મને તથા સમસ્ત ત્રિસ્તુતિક સંઘને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી થઈ છે. જૈન શાસનમાં પૂ. શ્રી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી અને પૂ. દાદા રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. જેવા અનેક મહાન વિદ્વાનો થઈ ગયા છે. જેમણે રચેલી અનેક આધ્યાત્મિક કૃતિઓ જૈન સંઘ-સમાજને મહામુલી ભેટ-અમર વારસો છે. મહોપાધ્યાયજીએ લખેલાં અનેક તત્વસભર ગ્રંથોમાંથી આશરે 350 જેટલા ગ્રંથો હાલમાં પ્રાપ્ય છે. આપે આ વિષયમાં Ph.D. મેળવવા માટે અથાક પ્રયત્ન કરી આશરે 275 જેટલાં તેમનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો છે. તેના અંતે જે સંશોધન નિબંધ લખ્યો છે તે અપ્રતિમ અને આધ્યાત્મિક છે. આપના આ સંશોધન નિબંધ માટે જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે. આપનો આ સંશોધન નિબંધ જીજ્ઞાસુઓ અને જ્ઞાનીઓ માટે અભૂત અને ઉપયોગી બની રહેશે. પૂ. યશોવિજયજી મહોપાધ્યાયે રચેલા શ્રી સીમંધરસ્વામીના 125 ગાથાના સ્તવનની ત્રીજી ઢાળમાં કહ્યું છે કે - અધ્યાત્મ વિણ જે ક્રિયા કરે તે તનું મલ તોલે... મમકારાદિક યોગથી એમ જ્ઞાની બોલે... આ Ph.D. ની ડીગ્રી મેળવવામાં આપને પ.પૂ.રાષ્ટ્રસંત આચાર્યદેવેશ શ્રી જયન્તસેનસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ તેમજ આપની ગુરમૈયા ભુવનપ્રભાશ્રીજી મ.સા.ની પાવનપ્રેરણા તથા ગાઈડ શ્રી આનંદપ્રકાશ ત્રિપાઠીજીનો પણ ઉપકાર વિસરી શકાય નહીં. * ભવિષ્યમાં પણ આપ સંયમ માર્ગે આ રીતે આધ્યાત્મિક ભાવ-અભ્યાસ રાખી આગળ વધી ગુરુજી ગચ્છની ગરિમા વધારી શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરો. એ જ પૂ. દાદા ગુરુદેવશ્રીને પ્રાર્થના... લી. વાઘજીભાઈ બબલદાસ વોરા અમદાવાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org