________________
સાચા દેવનું સ્વરૂપ
આ વીતરાગતા વધે ત્યારે વ્રત ગ્રહણ કરવાના રાગરૂપ પરિણામ હોય છે, તેઓને વ્રતી શ્રાવક કહેવાય છે. (બે ચોકડી કષાયોનો અભાવ). ગૃહસ્થપણું છોડી મુનિવ્રત ધારણ કરી જ્યારે વીતરાગતામાં વધારો થાય ત્યારે તેઓને મુનિ કહેવાય છે (તેઓને ત્રણ ચોકડી કષાયોનો અભાવ હોય
આવા મુનિ અંતરંગમાં લીન થતાં થતાં પૂર્ણ વીતરાગી બને છે. કષાયો લેશમાત્ર પણ બાકી રહેતા નથી, તત્પશ્ચાત્ તે સર્વજ્ઞ થાય છે. અર્થાત તેમનું જ્ઞાન પૂર્ણ વિકસિત થઈ ‘કેવળજ્ઞાન’ બને છે, આવા વીતરાગી સર્વજ્ઞ દશાને અરિહંત કહે છે. શરીરનો સાવ હોય તો પણ તેઓ આત્મામાં જ પૂર્ણ લીન હોય છે. અરહંતની વ્હારરૂપે દિવ્યધ્વનિ ખરે છે, તે ઈચ્છાવગરની હોય છે. તેમાં મોક્ષમાર્ગનો ઉપદેશ હોય છે તેથી તેમને હિતોપદેશી કહેવામાં આવે છે. તેઓને જન્મ, મરણ, સુધા, તૃષ્ણા, રોગ, ઘડપણ, ભય, ગર્વ, રાગ, દ્વેષ, મોહ, ચિંતા, રતિ, નિદ્રા, વિસ્મય, વિષાદ, ખેદ, વેદ એવા અઢાર દોષો હોતાં નથી. હિતોપદેશી હોવાથી અરિહંતોને “આપ્ત’ કહેવાય
જેઓની પાસે શસ્ત્ર, અસ્ત્ર, માળા, અલંકાર, સ્ત્રી વિગેરે છે, તેઓ સાચા દેવ હોઈ જ ન શકે. સાચા દેવને રાગ, દ્વેષ, ઈચ્છા, ભકતોનું રક્ષણ અને શત્રુનું દમન કરવાના ભાવ હોતાં નથી.
સાચા દેવનું સ્વરૂપ કહેવાનો હેતુ કોઈને પણ ઓછા આંક્વાનો કે દ્વેષબુદ્ધિ નિર્માણ કરવાનો નથી પણ આપણી વિપરીત શ્રદ્ધાને ઠીક કરવાનો છે. આપણે પોતાનું કલ્યાણ કરવું હોય તો પ્રથમ “સ્વ” કોણ છે તે જાણવું જોઈએ. આ ‘સ્વ' નું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ માત્ર ખરા દેવોને જાણવાથી જ સમજાશે.
કોઈ આમલી બતાવે તો મોંમાં પાણી આવે છે, માતાપિતાની યાદ આવે તો આંખોમાં પાણી ભરાઈ આવે છે, દાદા-દાદીની છબી જેવાથી તેઓએ કરેલા લાડ-પ્યાર સાંભરે છે; કેમ ? તો તે તે વાતોના સ્વરૂપનું જ્ઞાન છે માટે. તે પ્રમાણે અરહંત સિદ્ધ કહેવાની સાથે અંતરંગમાં વીતરાગતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org