Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 134
________________ પ્રયોજનભૂત તત્ત્વ ગુણોની પર્યાયો તે તે દ્રવ્યના ક્ષેત્ર પુરતી જ મર્યાદિત હોય છે, દ્રવ્યને છોડી દ્રવ્યની બહાર તે પર્યાયો આવી શકતા નથી - ફેલાઈ શકતા નથી. ૧૨૩ જીવના ચારિત્રગુણની વિભાવપર્યાય એટલે કષાય (ક્રોધ, માન, માયા, લોભ) હોય કે સ્વભાવપર્યાય-વીતરાગતા-હોય; તે પર્યાયનું ક્ષેત્ર જીવદ્રવ્યની બહાર હોતું નથી. જીવદ્રવ્યના સંપૂર્ણ ભાગમાં એ પર્યાય વ્યાપેલી હોય છે. માટે ચારિત્ર ગુણની પર્યાય શરીરમાં નથી પણ જીવદ્રવ્યમાં છે. આપણી હાલની જે મનુષ્યગતિની પર્યાય-અવસ્થા-છે તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. એટલે કે એક જીવદ્રવ્ય અને અનંત પુદ્ગલ પરમાણુ (કાર્માણવર્ગણા, તેજસવર્ગણા, આહારવર્ગણા, મનોવર્ગણા ઈત્યાદિ) એવી અન્ય અન્ય જાતના દ્રવ્યોની એકબંધાનરૂપ-સંયોગરૂપસ્થિતિ છે. એવા સંયોગમાંનો જીવ તેના સંયોગમાં રહેલાં પુદ્ગલોને એટલે દેહને ‘સ્વ’ માને છે અને દેહાશ્રિત ક્રિયા-આચરણજીવનું આચરણ એટલે ચારિત્ર માને છે. ત્યારે ગડબડ ગોટાળો શરૂ થાય Behaviour છે. જ્યારે ચારિત્ર ગુણની સકલચારિત્ર અવસ્થા થાય (ત્રણ કષાય ચોકડીનો અભાવ, સંજ્વલન કષાયોનો સદ્ભાવ એની સાથે રહેલી વીતરાગતા) ત્યારે તે મનુષ્યનું બાહ્ય આચરણ પણ તદ્દનુકૂલ જ હોય અને તેનું વર્ણન ચરણાનુયોગના વિવિધ ગ્રંથોમાં-શ્રાવકાચારમાં લખેલું છે. શરીરની આ ક્રિયાઓને ઉપચારથી ચારિત્ર કહેવામાં આવે છે. એમ કહેવું ૧૦૦% બરાબર હોય તોપણ તેમ જ માનવું અને માત્ર બાહ્યક્રિયાઓને ચારિત્ર માનવું તે ૧૦૦% ભૂલ છે. જેમ બોલવામાં આપણે ‘ઘીની બરણી’ એમ કહીએ, પણ માન્યતામાં ‘જે બરણીમાં ઘી છે તે બરણી' એમ યથાર્થ માનીએ છીએ. તે મુજબ જ દેહના આચરણને ચારિત્ર કહેવામાં દોષ નથી. પણ ત્યાં ‘જે દેહધારી જીવના ચારિત્ર ગુણમાં સકલ-ચારિત્ર એ વીતરાગ પર્યાય છે તે દેહની ક્રિયા' એમ યથાર્થ માનવું જોઈએ, તો જ તે કથન યથાર્થ જાણ્યું એમ કહેવાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194