Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 176
________________ ૧૬૫ પત્રાંક ૨૬ સાત તત્ત્વ - Jain Education International સાત તત્ત્વ - ભેદવિજ્ઞાન ૧૫ જાન્યુઆરી ૧૯૯૬ ભેદવિજ્ઞાન પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં ઉત્તમ શુભાશિષ. બધાં પત્રોની ભેગી કરેલી ઝેરોકસ કોપી તમે બન્નેએ ફરીથી વાંચી કાઢી તે જાણ્યું. મોના, મહેશે વાંચ્યું અને તેને તે સ્ટારટ્રૅક પ્રમાણે અદ્ભુત લાગ્યું એમ તે કહ્યું. કદાચ અવિશ્વસનીય પણ લાગ્યું હશે. અદ્દભુત સાહિત્ય પણ આપણે ઘણી ઉત્કંઠાથી વાંચીએ તે જ પ્રમાણે જો કે તમે યુવા પેઢીએ આ વાંચ્યું તો એ મારા આ લખાણનો ઉદ્દેશ સફલ થયો એમ હું સમજીશ. આ લેખોનું પુસ્તક છપાવવાનું ઘણાં જણે મને સૂચન કર્યું છે. તે દૃષ્ટિએ આજસુધીના લેખોમાં એકાદ વિષય ન સમજાયો હોય, અઘરો લાગ્યો હોય, કે બીજાં કોઈ પ્રશ્ન અનુત્તરીત હોય તો અવશ્ય જણાવો. હશે, આપણો ચાલુ વિષય સાત તત્ત્વોનો છે. સાત તત્ત્વોની સવિસ્તાર માહિતી આપણે આજસુધી જોતાં આવ્યાં છીએ. તેમનાં નામો, સ્વરૂપ, તે સાત જ કેમ, તેઓ વિષેની આપણી વિપરીત માન્યતાઓ, તત્ત્વોમાં હેય, જ્ઞેય, ઉપાદેયપણું કેવી રીતે ઘટિત કરવો એ બધું વિસ્તારથી જોયું. આપણે એ પણ શીખ્યા કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનં ।' ત્યારે તમે કહેશો, વા ! અમને હવે સમ્યગ્દર્શન થયું હશે ! હું, હું આવી ઉતાવળ કરશો નહીં. આ જે સાત તત્ત્વોનું જ્ઞાન થયું તે શબ્દજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન, બહિરંગ જ્ઞાન થયું. હજુ આત્મજ્ઞાન કયાં થયું છે ? આ સાત તત્ત્વોમાં ‘છુપેલી’ આત્મજ્યોતિ હજુ અનુભવમાં કયાં આવી છે ? For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194