Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 189
________________ ૧૭૮ પત્રો દ્વારા જૈનતત્વ પરિચય છે. અતીન્દ્રિય જ્ઞાન એ અતીન્દ્રિય આનંદયુકત છે. જ્ઞાનથી આનંદ જુદો પાડી શકાતો જ નથી. જીવ જેવો જ્ઞાનમય છે તેવો જ આનંદમય છે, શાસ્ત્રોમાં જુદાં જુદાં ગુણોને મુખ્ય કરી - તે તે ગુણોની અપેક્ષાએ આત્માને ચિઘન (ચૈતન્યનો ઘનપિંડ), વિજ્ઞાનઘન, આનંદઘન, વીર્યઘન એમ કહ્યો છે. આ સુખ સ્વાધીન છે, નિરપેક્ષ છે, બાધારહિત છે, નિરાકુલ છે. તમે કહેશો અમને તો “પર” ને જાણવામાંયે સુખ થાય છે. ધન મેળવતા, T.V. જોતાં, લાડવા ખાતાં પણ અમને સુખ જ થતું હોય છે. પણ આ ઈન્દ્રિયસુખ પરાધીન છે, બીજાની અપેક્ષા અહીં આવી જ ગઈ. ઈન્દ્રિયો ઠીક હોવા જોઈએ, ધન સંપત્તિ – T.V. હોવા જોઈએ. ઠીક, આ બધું હોવા છતાં શરીરમાં રોગ-વેદનાઓ હોય તો આ બધી વાતોમાં સુખ લાગતું નથી. સિવાય કયે ક્ષણે એ સુખ નષ્ટ થશે તે કહેવાતું નથી, તે આકુલતાયુક્ત છે. આ સુખ મેળવવા માટે અને ટકાવવા માટે ચિંતા, ભય અને બીજો Tensions તો છે જ છે. તેથી ઊલટું આત્માને જાણવો હોય - તેનો આનંદ ઉપભોગવાનો હોય – તો આત્મા ક્યાંય શોધવાની જરૂર નથી. મંદિરમાં, તીર્થક્ષેત્રે તો મળશે નહીં. હું પોતે જ આત્મા છું, જે યોગે – જે સાધનથી તેને જાણવો છે તે સાધન-જ્ઞાન તો મારો સ્વભાવ છે – હું પોતે જ જ્ઞાનમય છું અને જે ક્રિયા દ્વારા જાણવો છે તે જાણવું એ ક્રિયા તો નિરંતર ચાલુ જ છે. આટલી સહજ સુલભ પ્રક્રિયા છે. બસ, જ્ઞાન જે પરસન્મુખ છે તેને સ્વસમ્મુખ કરવાનું છે. ખરું જોતાં કરવાનું એ શબ્દ પણ અનાવશ્યક છે. સ્વ” ની રૂચિ અને મહિમા જાગૃત થતાં જ જ્ઞાન વારંવાર “સ્વ' તરફ વળે છે. આ અનુભતિ માટે કોઈપણ કર્મ આડું આવતું નથી કે કોઈપણ સંયોગ તેમાં વિઘ્ન લાવી શકતો નથી. પંચમ કાળ તેને બાધક નથી. જેમને આત્માનુભવની તીવ્ર ઈચ્છા જ નથી એવા લોકો કમનો, સંયોગોનો અને કાળનો “હાઉ' કરી છટકબારી શોધતા રહે છે. કારણ અનાદિકાળથી આપણને કામ-ભોગ-બંધોની જ કથા-વાર્તા સહેલી લાગે છે. આપણે એકબીજાને તેનો ઉપદેશ પણ આપીએ છીએ. પરંતુ આત્માની કથા સહજ-સુલભ હોય છતાં તે કદી સાંભળી નથી અને સાંભળી હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194