Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 174
________________ ૧૬૩ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન – ૨ ત્રણેકાળમાં કયારેય સમ્યફ થઈ શકશે નહીં. ખરું જોતાં, સમ્યગ્દર્શનનો માર્ગ એટલો સહેલો છે. બસ, ‘સાચા દેવ-ગુરૂ શાસ્ત્રોનું યથાયોગ્ય શ્રદ્ધાન’ અને ‘સાત તત્ત્વોનું યથાયોગ્ય શ્રદ્ધાન કરવું તેને જ સમ્યક્રર્શન કહ્યું છે. ખરું જોતાં તે બન્ને એક જ છે. મોક્ષતત્ત્વનાં શ્રદ્ધાનમાં સાચા ભગવાનનું શ્રદ્ધાન આવ્યું, સંવર-નિર્જરા તત્ત્વોના શ્રદ્ધાનમાં સાચા ગુરૂની શ્રદ્ધા આવી અને સાત તત્ત્વોના યથાયોગ્ય શ્રદ્ધાનમાં સાચા શાસ્ત્રોની શ્રદ્ધા આવી. કારણ શાસ્ત્રોનું પ્રયોજન જ એ છે કે સાત તત્ત્વોનું સ્વરૂપ સમજવી-ભેદ વિજ્ઞાનની કલા સમજાવી - વીતરાગતાનો ઉપદેશ આપવો. આજસુધી આસવ બંધને હેય ન માની, ઉપાદેય માન્યું એ જ આપણી બહુ મોટી ભૂલ થઈ. ઝીણવટથી જોતાં આસવ બંધ વિગેરે પર્યાયતત્ત્વોના આપણે પ્રત્યેકમાં બે ભેદ જોયાં હતાં, દ્રવ્ય ને ભાવ. દ્રવ્યઆસવ, દ્રવ્યબંધ, દ્રવ્યસંવર, દ્રવ્યનિર્જરા અને દ્રવ્યમોક્ષ એ તો કર્મની અવસ્થાઓ છે. કાર્માણવર્ગણા તે પુદ્ગલ છે અને પુદ્ગલ તે પરદ્રવ્ય છે. આપણે અજીવતત્ત્વનો અભ્યાસ કરતાં બધાં પદ્રવ્યોને શેયતત્ત્વમાં ગમ્યાં. પરંતુ તેમ ન માનતા અને અમુક કર્મનો નાશ કરવો છે, દર્શનમોહ કર્મ મને સમ્યત્વ કરવા દેતું નથી, નહીં તો મેં ક્યારનું સમત્વ પ્રાપ્ત કરી લીધું હોત. હું કર્મનો કર્તા હર્તા કે કર્મ મારા ભાવનાં કર્તાહર્તા એમ માનવું, આ માન્યતામાં રહેલી વિપરીતતા જ છે. ઘણાં જણનો આરોપ છે કે આસવ બંધ હેય કહો છો, શુભભાવ હેય છે એમ કહો છો, તો જીવની અવસ્થા ‘વાંદરાના હાથમાં નિસરણી આપવાં' જેવી થશે અને જીવ શુભ છોડી અશુભમાં જ વીંટાઈ જશે. પરંતુ તેમનો આ ડર નિરાધાર છે. શુભ સારું છે, કરતાં રહેવા જેવું છે એ માન્યતા છોડવાની છે, શુભ છોડવાનો ઉપદેશ ક્યાં છે ? આ જે સ્વાધ્યાય ચાલુ છે, માન્યતામાંની વિપરીતાનું વિવેચન ચાલુ છે - તે શુભરાગ છે કે અશુભરાગ ? આ પણ શુભરાગ જ છે અને શુભભાવ કરવા માટે કોઈના ઉપદેશની ગરજ કયાં છે ? નિગોદમાંના જીવોનો - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194