________________
૧૬૮
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય હું પોતે અને અન્ય બાબતોમાં લક્ષણો જાણી ભેદ કરવો એવો અર્થ છે. ભેદવિજ્ઞાન તો સહેજે થતું રહે છે. નાનકડાં બાબલાને પણ આ મારી બા છે એમ સમજાય છે. તેથી પોતાની બા બીજા બાળકને તેડે-હાથમાં લે કે તેને ગુસ્સો આવે છે. રડવા માંડે છે.
હમણાં ઉપર કહ્યાં મુજબ ભેદવિજ્ઞાનમાં જે બે વાતો – પાર્ટીઓમાં ભેદ કરવાનો છે તેમાંથી એક પાર્ટી હું પોતે હોવી જોઈએ, અને બીજી પાર્ટીમાં બીજી વાતો. કેવળ બે જુદી જુદી પાર્ટીઓમાં ભિન્નતા કરવી એ ભેદવિજ્ઞાન નથી.
હાલ ક્રિકેટની મેચો ચાલે છે. તેમાં ઈગ્લેંડ, ન્યુઝીલંડ, શ્રીલંકા વિગેરે રમતાં હોવાથી તેમાં કોણ જીતે, કોણ હારે તે વિષે આપણને બહુ સ્નાનસૂતક નથી. પણ કાલે ભારત-પાકિસ્તાનની મેચ થઈ ત્યારે કરોડો લોકોની આંખો T.V. પર મંડાઈ હતી અને પ્રત્યેક ક્ષણે શ્વાસ રોકી કોણ જીતે છે તે તરફ ધ્યાન લાગ્યું હતું કારણ તેમાથી એક પાર્ટી આપણે હતાં.
ત્યાં ૧૧-૧૧ જણાં રમતાં હતાં, પણ આખા ભારતનું પ્રતિનિધિત્વ કરતું હોવાથી આ ટીમ એ જ ભારત, એટલે જ અમે, એમ શીખવ્યાં વગર જ બધાએ ગૃહીત ધર્યું હતું અને આપણે જીત્યા એટલે આ રમનારી ટીમની જીત થતાં જ આખા ભારતમાં આનંદની છોળો ઉછળી હતી.
તે જ પ્રમાણે આત્મા એ જ હું એવો અહંભાવ - હું એવો પાકો નિર્ણય-થશે ત્યારે બીજી પાર્ટીમાં શરીર, કર્મ, રાગ અને દ્વેષ તેમ જ ઈતર બધાં પદાર્થો આવશે. આપણાં બધાં જીવોને represent (પ્રતિનિધિત્ત્વ) કરનારો જે આત્મા તે બીજી પાર્ટીનો પરાભવ કરી પૂર્ણ શુદ્ધ રૂપને પ્રાપ્ત થશે - એટલે કે સિદ્ધ પરમેષ્ઠી બનશે - કાયમને માટે મુક્ત થશે – એ સમયે આપણે બધાને આનંદની છોળો ન ઉછળે તો જ નવાઈ ! તે જ પ્રમાણે જેણે અરહંત અવસ્થા પ્રાપ્ત કરી તેઓને માટે પણ ભકિતથી, આદરથી, ખુશીથી આપણું મન ભરાઈ ન આવે તો જ નવાઈ ! તેમ જ જે મુનિ છે – આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ છે, જેમણે આ મોક્ષમાર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org