Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 183
________________ પત્રો દ્વારા જૈનતત્વ પરિચય ૧૭૨ --- પત્રાંક ર૭ ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬ સાત તત્ત્વો - આત્માનુભૂતિ પ્રિય સૌ. રીના અને સૌ. મોના અનેક ઉત્તમ શુભાશિષ. તમે આ પત્રની ખૂબ જ આતુરતાથી-ઉત્સુકતાથી રાહ જુઓ છો તે જાણ્યું. સાત તત્ત્વોમાં એક ચૈતન્યજ્યોતિસ્વરૂપ આત્મા જ પ્રકાશમાન છે અને તે નિત્ય ઉદ્યોતરૂપ છે, નિરંતર બધાંના અનુભવમાં આવે છે એમ આચાર્ય કહે છે ત્યારે સહેજે પ્રશ્ન ઉઠે છે કે તો તે આત્મા અમારા અનુભવમાં કેમ આવતો નથી ? જુઓ જેઉં, ‘તે આત્મા” એમ કહી આપણે પોતાને ભિન્ન માન્યાં અને આત્માને બીજો કોઈ એમ માન્યું. તે માટે વારંવાર સ્વાધ્યાય, શાસ્ત્રવાંચન જોઈએ. દ્રવ્ય ગુણ પર્યાય, સામાન્ય વિશેષ ગુણ, છ દ્રવ્યોનું સ્વરૂપ, સાત તત્ત્વોનું સ્વરૂપ આટલી બાબતો હવે તમને સરખી રીતે સમજાઈ છે. હવે તમે પોતે શાસ્ત્રો, ધાર્મિક સાહિત્ય વાંચવું જોઈએ. શક્ય હોય તો ચર્ચા, શિબિરો, પ્રવચનો સાંભળવાં જોઈએ. આપણને સમજાશે નહીં તે કિન્તુ મનમાં રાખવાની જરૂર નથી. હજી પણ તમને ચાર અભાવ, છ કારક, નિમિત્ત-ઉપાદાન, નિશ્ચય-વ્યવહાર નય, લક્ષણ-લક્ષણાભાસ, કર્મ, ગુણસ્થાન વિગેરે અનેક વાતો શીખવાની છે. તે શીખ્યા બાદ વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવાનું આપણને વધુ સહેલું પડે છે. સાત તત્વોથી હું ભિન્ન છું એટલું જાણી “સ્વ” નો બોધ થતો નથી. તે માટે હવે આ “સ્વ” વિષે આપણે અધિક માહિતી લઈએ. હું જ્ઞાનદર્શનમય છું અને મારું કાર્ય જાણવું-જાણવું-જાણવું એમ હરસમયે ચાલુ છે. રાતદિન એ જાણવું ચાલુ છે. આ જાણવાનું કામ હું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194