Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 182
________________ ૧૭૧ સાત તત્ત્વ - ભેદવિજ્ઞાન સાંભળી ઘણી સ્ત્રીઓએ અરહંત સિદ્ધોને અજીવતત્ત્વ કહેવા પર આક્ષેપ ઉઠાવ્યો. અપેક્ષા સમજાવ્યા બાદ પણ, “અરે, આમ કહેવું બહું ઑકવર્ડ લાગે છે હું!” એમ કહેવા લાગ્યા. હજી આપણને કહેવું પણ ભારે પડે તો માનવા આ જીવ કયારે તૈયાર થશે ? અવતત્ત્વોનું તથા ઈતર તત્ત્વોનું સ્વરૂપ આપણે પહેલાંના પત્રોમાં જોયું છે, તેથી હવે પાછું તે લખવાની જરૂર નથી. પ્રશ્ન છે, તમે “હું” ને એટલે કે “સ્વ” ને ઓળખવા કહો છો, તો તે ઓળખવું કેવી રીતે ? તેને માટે આચાર્ય કુંદકુંદ કહે છે, “અરે આ આત્મા તો આબાલગોપાલ બધાને નિરંતર અનુભવમાં આવે છે.” કહે છે શું ?' એવું મોટું વકાસી બેઠાં ને ? આપણી આ “અદ્ભુત કથાનો ઉકેલ હવે આગળના પત્રમાં કરવો પડશે. જલદી જ મળીશું - એ જ તમારી બા. સમ્યગ્દષ્ટિ જીવ એવી ભાવના સંઘરી રાખે છે કે, હે પ્રભુ! હું જીવ તેમ અજીવ પદાથોનાં સ્વરૂપને યથાર્થ જાણું, બંધ અને આસવને થોભાવું, નિરંતર સંવર અને નિર્જરા કરતો રહું, મુક્તિરૂપી લક્ષ્મીની આકાંક્ષા સતત રાખું, તેમ જ શરીરાદિથી નિશ્ચયથી મારું પરમાત્મસ્વરૂપ શુદ્ધ અને ભિન્ન છે એવો અનુભવ કરતો રહું, આ રીતે શુદ્ધ મનથી ધર્મધ્યાન અને સમાધિભાવમાં મારો જીવનકાળ વ્યતીત થાય. - શ્રી અમિતગતિ આચાર્ય - તત્ત્વભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194