________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
મિથ્યા માન્યતા કરતો આવ્યો છે. તેથી સાત તત્ત્વોથી તે પરિચિત ન હોય તોપણ વિપરીત માન્યતાઓ માત્ર નિત્ય પરિચયની છે. તેથી પં. દૌલતરામજીએ ‘છહઢાળા' માં અને પં. ટોડરમલજીએ ‘મોક્ષમાર્ગપ્રકાશક'માં પ્રથમ આ વિપરીત માન્યતાઓનું વર્ણન કરી પછી તે તત્ત્વોનું સ્વરૂપ કહ્યું છે. બરાબર જ છે, કોઈ જન્મથી રોગી માણસને તેના રોગના લક્ષણો, કે જે તેના નિત્ય પરિચયનાં છે, તે બતાવી નિરોગી અવસ્થાનું વર્ણન કરે અને નિરોગી થવાં ઉપાય બતાવે તો તેનો વિશ્વાસ બેસે અને તે ઉપાય પણ કરે છે.
જીવ-અજીવતત્ત્વોસંબધી વિપરીત માન્યતા.
બન્ને તત્ત્વસંબંધી વિપરીત માન્યતા ભેગી એટલા માટે કહી છે કેમિથ્યાદષ્ટિ જીવ
૧) બન્નેને-જીવ અને અજીવને-એક માને છે, અથવા
૨) અજીવને જીવ માને છે, અથવા
૩) જીવને અજીવ માને છે.
એટલે શરીર અને આત્મા એ બન્નેને મળી જીવ માને છે, અથવા શરીરને જીવ માને છે અથવા આત્માને શરીર માને છે. એનો અર્થ આ બન્નેનું ભિન્ન સ્વરૂપ તેની સમજમાં આવતું નથી.
માનો કે કોઈને બજારમાંથી લીંબુ લાવવા કહ્યું અને તે કાકડી લાવ્યો. તો તેનો અર્થ એવો થાય કે તે લીંબુને પણ જાણતો નથી અને કાકડીને પણ જાણતો નથી.
૧૪૨
જીવતત્ત્વનું વર્ણન છહઢાળામાં ‘‘ચેતનકો હૈ ઉપયોગરૂપ'' એટલે કે જીવનું લક્ષણ જ્ઞાન દર્શન છે એમ કહ્યું છે. તેનો અર્થ એવો કે “મેરે હૈ ઉપયોગરૂપ’”, ‘‘તુમ્હારા હૈ ઉપયોગરૂપ’’, ‘‘નિગોદ કા હૈ ઉપયોગરૂપ'' ‘‘સિદ્ધો કા હૈ ઉપયોગરૂપ’’, ‘‘સબ જીવોં કા હૈ ઉપયોગરૂપ.'' પણ જીવોએ જ્ઞાનદર્શન પોતાનું રૂપ ન માનતાં, શરીર એ જ પોતાનું રૂપ માન્યું. જુઓ હું, સવારે ઊઠતાની સાથે જ આપણે અરિસા સામે ઉભા રહી આપણું(?) રૂપ નિહાળીએ, શરીરનો ફોટો જોઈ આ મારો ફોટો કહીને ખુશ થઈએ,
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org