________________
૧૫ર
પત્રો દ્વારા જૈનતત્વ પરિચય મિત્રે સલાહ આપી, “છાંયડો સુધારવાનો પ્રયત્ન કરતો નહીં. તું સીધો ઊભો રહે, તો છાંયડો એની મેળે સીધો થઈ જશે.”
આપણે પણ પર્યાય જોડે-શરીર જોડે એકત્ર કરી મનુષ્ય વ્યવહાર, આચરણ સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આપણાં પરમ સુહૃદ એટલે પરમમિત્ર-દેવ, શાસ્ત્ર, ગુરૂ-આપણને કહે છે – “હે ભવ્ય ! તું પોતાને ઓળખ. પર્યાય તરફ જોતાં જોતાં તેમાનાં વિભાવ અને રાગદ્વેષ દૂર કરવાનો પ્રયત્ન છોડી દે. તું પોતાને પોતાના સ્વભાવ પ્રમાણે માન, પોતાને પોતામાં સ્થાપન કર, તારી પર્યાયો સ્વસમ્મુખ થઈ સ્વભાવ પરિણમન કરવા લાગશે. અનાદિ સંસ્કારવશ આ વિપરીત માન્યતાઓ હોય તોપણ ગભરાવાનું કંઈ જ કારણ નથી. સાત તત્ત્વોનું સ્વરૂપ યથાર્થપણે જાણી સ્વમાં લીન થવું એ જ ઉપાય છે.'
આ સાત તત્ત્વોનું જેવું છે તેવું શ્રદ્ધાન એટલે હેય, શેય ઉપાદેય સ્વરૂપ કેવું છે તે આપણે આગલા પત્રમાં જોઈશું.
-એ જ તમારી બા.
વારંવાર કહેવાથી પુનરૂકિતનો દોષ લાગે છે તોપણ હે જીવ તું મોહનિદ્રામાં સુતેલો છે તેમાંથી કેમ જાગતો નથી? આત્મભાવથી વિપરીત રાગ-દ્વેષ વિભાવને ગ્રહણ કરે છે અને ડગલે ને પગલે પાંચ ઈન્દ્રિયોના વિષયભોગોના સુખોમાં મગ્ન રહે છે અને તેથી અનેક પ્રકારનાં દુઃખોને તું સામો થતો જાય છે અને તારા આઠ કમો નાશ પામતાં નથી. આત્માનાં સ્વભાવરૂપી મહાપદથી ભ્રષ્ટ થઈ આ સંસારમાર્ગમાં ભ્રમણ કરી રહ્યો છે. હે જગતવાસી જીવ ! તું પંચેન્દ્રિયોનાં વિષયસુખથી ઉદાસીન થઈ જાગૃત થા અને શુદ્ધાત્માનાં અનુભવમાં એવો લીન થા કે જે યોગે પાછો આ સંસારમાં તને ફરીથી આવવું ન પડે.
- પં. ઘાનતરાયજી - “ઘાનતવિલાસ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org