Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 165
________________ ૧૫૪ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય નહીં શકે, આ ખાડાટેકરાંવાળો રસ્તો છે તે રસ્તો છોડી મારા ઘરની દિશામાં લઈ જનારો આ સાફ-સૂફ રસ્તો મને ઘર સુધી લઈ જશે, તે રસ્તે જ મારે જવું જોઈએ અને ઘર આવતાં જ તે રસ્તો છોડી ઘરમાં પ્રવેશ કરવો જોઈએ, ત્યારે આપણે તે ગામને જાણવું યથાર્થ થશે. તે પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા થતાં આપણે ઘરની દિશામાં પહેલું પગલું ભરીએ, તો જ તે શ્રદ્ધા અને જ્ઞાન ખરાં હશે અને જ્યારે ઘરમાં પ્રવેશ કરી સુખ ઉપભોગીએ ત્યારે તે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણની પૂર્ણતા થશે. તત્ત્વો બાબતમાં પણ એવું જ છે. હું પોતે' છોડી ઈતર બધાં દ્રવ્યો - ઈતર અનંત જીવો, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અજીવતત્ત્વમાં આવે છે. પ્રત્યેક દ્રવ્ય પોતામાં પરિપૂર્ણ છે - અનંત ગુણોથી યુકત છે. પરંતુ મારા અન્ય દ્રવ્યોમાં પ્રવેશ થઈ શકતો નથી. કારણ મારા સ્વચતુષ્ટય - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ - એ પરચતુષ્ટયથી ભિન્ન છે. પણ એક દ્રવ્ય છું, અનંત ગુણોથી પરિપૂર્ણ છું. મારાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં રહું છું. મારા સ્વચતુષ્ટયમાં અન્ય કોઈ પ્રવેશ કરી શકતું નથી. ચારે ગતિમાં ભ્રમણ કરાવવાવાળો જે સંસારમાર્ગ છે, તે જન્મમરણાદિ અનેક વિપત્તિઓથી ભય પડ્યો છે. આનાથી જુદો એક મોક્ષમાર્ગ છે જેના ઉપર ચાલીને હું મોક્ષમહલમાં પ્રવેશ કરી શકું છું. શાસ્ત્રોથી આવી જાણ પ્રાપ્ત કરીને જ્યારે હું પોતાના ઘર એટલે સ્વદ્રવ્યની તરફ પહેલું પગલું ભરીને મોક્ષમાર્ગમાં આવીશ અર્થાત સમત્વ પ્રાપ્ત કરીશ ત્યારે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ સમ્યક થશે. આ મોક્ષમાર્ગ પર ચાલીને જ્યારે હું ઘરમાં પ્રવેશ કરીને ત્યાં જ રહેવા માંડીશ-પરિપૂર્ણ સુખનો ઉપભોગ કરીશ-ત્યારે શ્રદ્ધા, જ્ઞાન, આચરણની પૂર્ણતા થશે. હું એક સ્વતંત્ર અસ્તિત્વવાન સત્ પદાર્થ છું. તેથી આ અવતત્ત્વ છે તે ‘શેય તત્ત્વ છે. શેય નો અર્થ જાણવા યોગ્ય. તેનું જ્ઞાન મને થાય છે, બસ, એટલો જ સંબંધ છે. શેય તત્ત્વ છે માટે તેને જ જાણતાં બેસીએ, એવી કોઈની કલ્પના હોય તો તે ભૂલભરેલી છે. અજવતત્ત્વને માત્ર જાણવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194