________________
૧૪૧
સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૧)
પત્રાંક ૨૨
૧૫ સપ્ટેમ્બર ૧૯૯૫
સાત તત્ત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૧)
પ્રિય સૌ. રીના અને મોના ઘણાં ઘણાં શુભાશિષ,
પહેલાંના કેટલાક પત્રો દ્વારા આપણે સાત તત્ત્વોનો આછો પરિચય કર્યો. જિનેન્દ્ર ભગવંતોએ કહેલાં આ સાત તત્ત્વો જાણી, તેઓનું યથાયોગ્ય શ્રદ્ધાન કરી પછી પોતાની ઓળખાણ અને અનુભૂતિ થયા વગર સમ્યદર્શન નહીં થાય અને તે વગર સાચા સુખની શરૂઆત પણ નહીં થાય. સાચા દેવ-ગુરૂ-શાસ્ત્રો સિવાય બીજે કયાંય આ સત્ય ઉપદેશ મળતો નથી. કુદેવ-કુગુરૂ-શાસ્ત્રો દ્વારા જીવોને મિથ્યા ઉપદેશ મળે છે અને જીવ ગૃહીત મિથ્યાત્વી બને છે. તેમને છોડી જ્યારે સત્ય ઉપદેશ આ જીવને લાભશે ત્યારે જ અતત્ત્વશ્રદ્ધાન એટલે મોહ અથવા મિથ્યાત્વ નષ્ટ થશે. અનાદિથી ચાલ્યુ આવતું આ મિથ્યાત્વને અગૃહીત મિથ્યાત્વ કહે છે. સાત તત્ત્વોની વિપરીત માન્યતા તે મિથ્યાત્વ છે.
સાત તત્ત્વોની એટલે સાત તત્ત્વો વિષેની જીવની માન્યતા એવો અર્થ છે. કારણ તત્ત્વ તો છે તેવા જ રહે છે પરંતુ જીવ પોતે તેમના વિષે ભૂલભરેલી માન્યતા કરે છે. સાત તત્ત્વો એ વસ્તુસ્થિતિ છે. આ વસ્તુસ્થિતિને છોડી ઈતર બધી માન્યતાઓ તે કલ્પનાજનિત ભ્રમ છે. અજ્ઞાનીની માન્યતાનુસાર વિશ્વના પદાર્થોનું પરિણમન થતું નથી તેથી તે દુઃખી છે અને આ દુઃખ દૂર કરવા કલ્પનાજન્ય ભ્રમ દૂર કરવો તે જ એકમેવ ઉપાય છે.
આ સાત તત્ત્વો વિષેની “વિપરીત માન્યતા એટલે કે તત્ત્વો જેવા છે તેવા ન માની, જેવા નથી તેવા માનવાં. પ્રત્યેક જીવ અનાદિથી એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org