________________
પત્રો દ્વારા જૈનતત્વ પરિચય સરથૈ હિનમાહિ વિપર્યયત્વ.'
આપણું પ્રયોજન શું છે ? દુઃખ દૂર કરવું. કોનું? “સ્વ'નું. તે માટે
૧) સૌ પ્રથમ “સ્વ” કોણ છે - હું કોણ છું તે જાણ્યા વગર “સ્વ” નું દુ:ખ દૂર કેમ થાય ? સ્વને જાણવા માટે સ્વ અને પર નું જ્ઞાન આવશ્યક છે.
૨) સ્વ અને પર એક જાણી પરનો ઉપચાર કરીએ તો સ્વનું દુઃખ કેમ દૂર થશે ?
૩) સ્વથી પર ભિન્ન છે, તેથી પરમાં અહંકાર અને મમકાર કરવાથી દુઃખ થાય છે.
૪) સ્વ અને પરનું જ્ઞાન થવાથી જ દુઃખ દૂર થાય છે.
આમાં સ્વતત્ત્વ છે જીવતત્ત્વ, અને પરતત્ત્વ છે અછવાદિ તત્ત્વ, આ અછવાદિ તત્ત્વો વિષે એકત્વ-અહંકાર, મમત્વ-મમકાર-પ્રેમ કરતા આવ્યાં છીએ અને દુ:ખી થતાં આવ્યા છીએ. તમે કહેશો અછવાદિ તત્વો મારા નથી તો તેમને જાણવા જ શા માટે ? પરને જાણવામાં બાધા નથી. પરને પોતાનું માનવામાં બાધા છે. જાણવાથી નુકસાન થતું હોય તો કેવલજ્ઞાની તો બધા લોકાલોકને જાણે છે. તોપણ તે અનંતસુખી છે. સ્વતત્ત્વને-જીવતત્ત્વને આ હું છું, એમ જાણવું છે અને પર-અછવાદિ તત્ત્વોને તે હું નથી એમ જાણવાનું છે.
આપણું પ્રયોજન છે સુખ પ્રાપ્ત કરવું. અનંત સુખ છે મોક્ષમાં. માટે મોક્ષતત્ત્વનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. કહો જોઉં, મોક્ષ ક્યાં છે? સ્વર્ગની ઉપર કે નીચે ? છેતરાઈ ગયાં ને ! અલી, જ્યાં બંધ થાય છે ત્યાં જ મોક્ષ થશે. બંધ જીવમાં છે અને મોક્ષ પણ જીવમાં જ થશે. બંધ અને મોક્ષ એ તો જીવની બે અવસ્થાઓ છે. જીવતત્ત્વ અને અજીવતત્ત્વ એ દ્રવ્યતત્ત્વો છે અને બાકી રહેલા પાંચ તત્ત્વો તે તેમની અવસ્થા-પર્યાયતત્ત્વ છે.
મોક્ષતત્ત્વ અને બંધતત્ત્વનું પણ જ્ઞાન આવશ્યક છે. તેમાં બંધનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org