________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
વિશ્વ એટલે શું તે એક જ પ્રશ્ન અને તેનો જવાબ આપણે જોઈ ગયા છીએ; કેવળ આટલું જાણીને જ આપણને મોટો ફાયદો થયો છે. હું એક અનાદિ અનંત જીવ દ્રવ્ય છું અને મારો કયારેય નાશ નહીં થાય એટલું જાણવાથી જ કેટલી શાંતીનો અનુભવ થાય છે. મારો કોઈ રક્ષણકર્તા નથી તેમ જ સંહારકર્તા પણ નથી એટલી જાણ થતાં જ બધી હીન-દીનપણાની વૃત્તીનો અંત આવી જાય છે.
વિશ્વનું સ્વરૂપ સર્વજ્ઞોએ પોતે જાણ્યું અને તેનું કથન કર્યું. તે કથન તે શાસ્ત્રો વડે આપણે જાણ્યું. એનો અર્થ જે સર્વજ્ઞોએ પ્રત્યક્ષ જાણ્યું, તે આપણે પરોક્ષ પણે જાણ્યું. અર્થાત આપણે પણ અરહંત-સિદ્ધોના જાતિકુળના એટલે કે ચેતનમય-જ્ઞાનમય છીએ એમ સિદ્ધ થતા જ સ્વનો અને જ્ઞાનનો મહિમા આવ્યા વગર રહેતો નથી.
૩૬
વિજ્ઞાનમાં એવો સિદ્ધાંત છે કે Matter is always constant. It is never destroyed. It only changes its form. Matter પુદ્ગલવિષેનું આ કથન છે. કારણ વૈજ્ઞાનિકોએ આજસુધી માત્ર પુદ્ગલનો જ અભ્યાસ કરેલો છે. જે એક દ્રવ્ય વિષે ખરૂં છે તે બધા દ્રવ્યો વિષે પણ ખરૂં છે. કે દ્રવ્ય નિત્ય છે, ફકત તેની અવસ્થા બદલાતી રહે છે.
રીના, તું જ્યારે નિશાળમાં હતી ત્યારે તે ‘શોભાદર્શક યંત્ર' બનાવ્યું હતું. ત્યારે તેમાં કાચના ટુકડા નાખી બંધ કર્યું હતું. શોભાદર્શક જેમજેમ ફેરવીએ તેમતેમ નવાં નવાં આકાર - અનેક આકૃતિઓનાં Combinations થતાં હતા. કાચનાં ટુકડા તો જેટલાં હતાં તેટલાં જ કાયમ રહેતા બરાબર તે પ્રમાણે આ દ્રવ્યો જેટલાં હતાં તેટલાં જ છે. નિત્ય જ છે તેઓની અવસ્થા બદલાતી જાય છે.
આપણને દૃષ્યમાન એવી વસ્તુઓની વિવિધ રચના, તેની ઉત્પત્તિ અને તેનો વિનાશ દેખાય છે. એ તે ઉત્પત્તિ અને વિનાશ અવસ્થાઓના છે - દ્રવ્યોના નથી. દ્રવ્ય કાયમ ટકે છે અને કેવળ દ્રવ્યની અવસ્થાઓ બદલાય છે.
દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. તે જોયાં બાદ સાહજીક આગળનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org