________________
૫૫
૫૫
.
‘પુદ્ગલ દ્રવ્યનું સ્વરૂપ
પત્રાંક ૯
૨૫ જુલાઈ ૧૯૯૪
‘પુદ્ગલ' દ્રવ્યનું સ્વરૂપ
પ્રિય સૌ. રીના અને સૌ. મોના, ઘણાં ઘણાં શુભાશિષ,
આ વખતે પત્ર લખવામાં વિલંબ થયો. કારણ સિદ્ધચક્રવિધાન માટે હું પૂના ગઈ હતી. રોજ સાંજે આરતી પછી છોકરાઓને હું વાતો સંભળાવતી અને તે દ્વારા સાચા દેવ કેવો હોય છે, શાસ્ત્રો શા માટે વાંચવા જોઈએ, પોતાને કેમ ઓળખવા, ચાર ગતિઓ કંઈ, ઈન્દ્રિયો કેટલી અને તેમના કાર્યો, આપણે ક્યા દ્રવ્યો છીએ અને આપણું કાર્ય શું વિગેરે વાતો કહી સંભળાવી. વાર્તાની લાલચથી બાળકોની ભીડ થતી અને તેઓ પ્રશ્નોના ઉત્તરો પણ આપતા. “હું જીવદ્રવ્ય છું, શરીર પુગલ દ્રવ્ય છે, આપણે ઈન્દ્રિયો દ્વારા જે જે જાણીએ તે બધાં પુદગલ જ છે, ચારે ગતિમાં સુખ ક્યાંય નથી' આવા જવાબો છોકરાઓ ઝટપટ આપતાં.
છોકરાઓને જે ઝટપટ સમજાયું તે જ આપણે થોડા વિસ્તારથી જોઈએ. - વિશ્વમાં છ દ્રવ્યો છે. તેમાથી જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ દ્રવ્યો આપણને દેખાતાં નથી, કોઈપણ ઈન્દ્રિયો વડે તે આપણી જાણમાં આવતાં નથી. તે દ્રવ્યોને “અરૂપી' એમ કહ્યાં છે. માયક્રોસ્કોપ અથવા ઈન્ફારેડ ફોટોગ્રાફીથી પણ તેઓનું અસ્તિત્વ સિદ્ધ કરાતું નથી. ફકત પુદ્ગલદ્રવ્ય જ રૂપી છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ગુણો છે અને તે દ્રવ્યને ઈન્દ્રિયો દ્વારા જાણી શકાય છે. જાણવાની શક્તિ માત્ર છવદ્રવ્યમાં જ છે. જે ઈન્દ્રિયો દ્વારા જીવ જાણે છે તે ઈન્દ્રિયો પણ શરીરનો ભાગ હોવાથી પુદ્ગલ જ છે. પુગલને મૂર્તિક અને બીજા પાંચ દ્રવ્યોને અમૂર્તિક કહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org