________________
૧૦૩
પત્રાંક ૧૬
પુદ્ગલના વિશેષ ગુણ અને પર્યાયો ૨ એપ્રિલ ૧૯૯૫
પુદ્ગલના વિશેષ ગુણો અને પર્યાયો
પ્રિય સૌ. રીના અને સૌ. મોના,
ઘણાં ઘણાં ઉત્તમ શુભાશિષ,
પાછલાં કેટલાક પત્રો દ્વારા બધાં દ્રવ્યોમાં જોવા મળતાં સામાન્ય ગુણોમાંથી મુખ્ય છ સામાન્ય ગુણોની ચર્ચા કરી. તે ઉપરથી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ આપણાં ધ્યાનમાં આવ્યું. પણ પ્રત્યેક દ્રવ્યમાં રહેલી ભિન્નતા જેને કારણે ધ્યાનમાં આવે તે વિશેષ ગુણો વિષે પણ આપણને જાણવું આવશ્યક છે. વિશેષ ગુણોના આધારે આપણે તે કયા દ્રવ્યો છે તે ઓળખી શકીએ. જેમ-જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઈત્યાદિ વિશેષ ગુણો છે તે પુદ્ગલ દ્રવ્ય છે. તેના પરથી શરીર, આજુબાજુ દેખાતી બધી વસ્તુઓ, પાંચે ઇન્દ્રિયોની જાણમાં આવનારી બાબતો – એ બધાં પુદ્ગલ દ્રવ્ય છે એ સમજાય છે. જેમાં જ્ઞાન કરવાની યોગ્યતા છે, જેને સુખદુ:ખનો અનુભવ થાય તે જીવદ્રવ્ય છે એમ સમજાય છે.
થોડો સૂક્ષ્મ વિચાર કરતાં સમજાશે કે ખરેખર દ્રવ્ય કે ગુણ પ્રત્યક્ષ જ્ઞાનમાં આવતાં નથી પણ તેમની પર્યાયો જ્ઞાનમાં આવે છે. દા.ત. આપણે વર્ણ ગુણ જાણતાં નથી પણ તેની સફેદ, લાલ, ભૂરી વિગેરે અવસ્થા એટલે કે પર્યાય જાણીએ છીએ. માટે કેવળ ગુણોનું જ્ઞાન પુરતું નથી, તેઓની પર્યાયોનું જ્ઞાન પણ આવશ્યક છે. કારણ પર્યાયો ‘વ્યકત’ છે, ગુણો તો ‘અવ્યકત’ છે -શક્તિરૂપે વિદ્યમાન છે. જીવદ્રવ્ય અને તેમાંનાં જ્ઞાન, સુખ એ ગુણો પણ અવ્યકત છે, પણ જાણવું એ પર્યાય તેમ જ સુખનો અનુભવ-સંવેદનની પર્યાય વ્યકત છે. તે માટે વિશેષ ગુણોની પર્યાયો વિષે આપણે આજે ચર્ચા કરીશું. પુદ્ગલ દ્રવ્યોની પર્યાયો આપણને ઈન્દ્રિયો દ્વારા સતત જાણમાં આવતી રહે છે, આપણે તેઓને જાણીએ છીએ. માટે આપણે પુદ્ગલ દ્રવ્યનાં વિશેષ ગુણોની પર્યાયો વિષે જાણકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org