________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
આપણી સ્થિતિ પણ આજે એવી જ છે. સમસ્ત દુનિયાને જાણનારો, જ્ઞાન કરવાવાળો, નિર્ણય કરવાવાળો, બુદ્ધિમાન એવો આ આત્મા જ પુછે છે કે ‘આત્મા (હું) છે તેનું પ્રમાણ શું ? જીવના સહવાસથી કલેવરને (શરીરને) પણ જીવતું કહ્યું છે અને જીવ નીકળી ગયા બાદ મૃત કહેવામાં આવે છે. તે જીવ જ આજે કલેવરમાં હુંપણું માની કહે છે કે, જીવ છે તે સિદ્ધ કરો નહીં તો અમે માનીશું નહીં.
માટે સૌ પ્રથમ અસ્તિત્વનું અસ્તિત્વ સિદ્ધ કરવાની જવાબદારી આપણા પર છે. જીવનું અસ્તિત્વ પહેલાં પણ હતું, આજે પણ છે અને મનુષ્ય અવસ્થા બાદ (મૃત્યુ બાદ) પણ તેનું અસ્તિત્વ કાયમ રહેવાનું છે એમ કહેવાવાળા અસ્તિત્વગુણની સિદ્ધિ નીચે મુજબ કરી શકીએ. ૧) એકેન્દ્રિયોથી માંડી પંચેંદ્રિયો સુધી અનેક જીવો જોવા મળે છે. માણસોમાં પણ કોઇ ગરીબ, કોઈ પૈસાદાર, કોઇ આંધળો, કોઈ લૂલો લંગડો, એક જ ઘરમાં કોઈ હોશિયાર, કોઈ મંદબુદ્ધિ એવો ફરક દેખાઇ આવે છે. એમ કેમ ? આવો પ્રશ્ન પૂછાતાં તેનો જવાબ મળે છે કે તે જીવે પહેલાં જેવાં કર્મો બાંધ્યાં હોય તેના ફળો તે ભોગવે છે. તેથી એ સિદ્ધ થાય છે કે કર્મ કરવાવાળો જે જીવ પહેલાં હતો, તે જ જીવ આજે કર્મના ફળો ભોગવી રહ્યો છે. આ ઉપરથી અસ્તિત્વગુણની સિદ્ધિ થાય છે.
૬૨
૨) વ્યંતરોની (ભૂતોની) અનેક ઘટનાઓ આપણા સાંભળવામાંજોવામાં આવે છે. જે જીવ પૂર્વે અમુક વ્યક્તિ હતી તે જ જીવ વ્યંતર થયેલી હોય છે. તેથી જીવનું અસ્તિત્વ કાયમ છે એમ સમજાય છે.
૩) પુનર્જન્મની ઘણી ઘટનાઓ સિદ્ધ થઈ ચુકી છે. પૂર્વભવનો તે જ જીવ પછીના ભવમાં પણ અસ્તિત્વમાં છે તે સિદ્ધ થાય છે. જાતિસ્મરણ (પૂર્વભવની સ્મૃતિ) દ્વારા પણ આ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org