________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
શ્રદ્ધા સમ્યક થાય તો પણ ચારિત્રમાં ક્રમ પડે. ચારિત્ર કટકે કટકેથી શુદ્ધ થાય છે. - સમ્યફદર્શન થાય ત્યારે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર વિગેરે બધાં ગુણોમાં સમ્યકપણું આવે છે એટલે કે વિપરીત પણું નાશ પામે છે. આત્માની અનુભૂતિરૂપ શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્મામાં સ્થિરતા આવે છે. આમ થાય તો પણ આ આત્મસ્થિરતા ઘણાં જ અલ્પકાળ સુધી ટકે છે. એટલે જ કે ચારિત્રની પૂર્ણતા થતી નથી. અધિકાધિક આત્મસ્થિરતા થતાં થતાં એવો સમય આવે છે કે, જીવનો ઉપયોગ (Attention) ચીરકાળ માટે આત્મામાં જ લીન થઈ જાય છે. તેને યથાખ્યાતચારિત્ર કહેવામાં આવે છે અને પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થાય છે. આમ બન્યા બાદ જ્ઞાન જે અલ્પ વિકસિત હતું તે પણ પરિપૂર્ણ વિકસિત થાય છે - અનંત જ્ઞાન - કેવળજ્ઞાન પ્રકટ થાય છે.
આપણી વ્યાખ્યાનો ત્રીજો ભાગ છે, દ્રવ્યમાં રહેલાં અનંત ગુણો વિખરાઈ અલગ અલગ થતાં નથી.” એ હવે તમને તરત જ સમજાશે. જે સ્વદ્રવ્ય તે દ્રવ્યનું, તે જ સ્વદ્રવ્ય તેમાનાં અનંત ગુણોનું. જે સ્વક્ષેત્ર તે દ્રવ્યનું, તે જ સ્વક્ષેત્ર તેમાનાં અનંત ગુણોનું. અનંત ગુણોમાં પ્રત્યેક ગુણનું દ્રવ્ય પણ તે જ, ક્ષેત્ર પણ તે જ. તે કારણે આ બધાં અનંત ગુણ પોતાનું સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર છોડી બહાર જઈ શક્તા નથી. બીજા દ્રવ્યોમાં એટલે કે પદ્રવ્ય, પરક્ષેત્રમાં પ્રવેશ કરી શકતાં નથી. દા.ત. - ગુરૂનો જ્ઞાનગુણ શિષ્યના જ્ઞાનગુણ (પદ્રવ્ય) માં પ્રવેશ કરી શક્તો નથી.
એક દ્રવ્ય બીજ દ્રવ્યનું કંઈ પણ કરી શકતું નથી, કારણ અગુરુલઘુત્વગુણ. વિશ્વમાં જેટલાં દ્રવ્યો છે તેટલાં જ કાયમ રહે છે, ઓછા અથવા વધુ થતાં નથી કારણ-અગુરુલધુત્વગુણ નિમિત્ત કાર્યમાં હસ્તક્ષેપ કરતું નથી કારણ-અગુરુલઘુત્વગુણ. સમ્યદર્શન થયું પણ હજી મુનિ કેમ થતાં નથી – ચારિત્ર કેમ નહીં ? કારણ-અગુરુલઘુત્વ ગુણ.
વિશ્વના અનંત દ્રવ્યોમાંથી પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. પ્રત્યેક દ્રવ્યમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org