________________
અસ્તિત્વ ગુણ અને દ્રવ્ય કોઈથી ઉત્પન્ન પણ ન થાય તે શક્તિને અસ્તિત્વ ગુણ કહે છે.'
અસ્તિત્વ ગુણ એમ દર્શાવે છે કે પ્રત્યેક દ્રવ્યની સત્તા અનાદિકાલથી છે અને તે સત્તા કાયમ રહેનારી છે, તેમ જ કોઈપણ દ્રવ્ય નવું ઉત્પન્ન થતું નથી. પ્રત્યેક દ્રવ્યમાં પોતાનો અસ્તિત્વ ગુણ છે. એટલે દરેક દ્રવ્યની સત્તા ભિન્ન છે. બે કે વધુ દ્રવ્યો મળીને એક સત્તા થતી નથી, તેમ જ નવા દ્રવ્યો ઉત્પન્ન થઈ તેમની સંખ્યા પણ વધતી નથી.
Matter એટલે પુગલની બાબતમાં વૈજ્ઞાનિકોએ એમ સિદ્ધ કર્યું S Š Matter is always constant, it is never destroyed, it only changes its form. ખરું તો એ છે કે એ દ્રવ્યોની બાબતમાં આ સિદ્ધાંત લાગુ પડે છે કે, દ્રવ્ય કાયમ રહે છે માત્ર તેની પર્યાય બદલાય છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં પુદગલો પર જ પ્રયોગો કર્યા છે. તેથી પુદગલો બાબત થોડીઘણી જાણકારી તેઓ આપી શકે છે. પણ આત્માનાં પ્રયોગો આત્મામાં જ થાય છે - આત્માદ્વારા જ આત્માને જાણી શકાય છે – આત્માનુભૂતી થાય છે. એવાં પ્રયોગો આપણાં આચાર્યોએ કર્યા અને તે અનુસાર તેઓએ શાસ્ત્રોની રચના કરી. આ પણ Science છે - વિજ્ઞાન છે – તેનું ‘વીતરાગ વિજ્ઞાન' એવું નામ છે. - તત્ત્વાર્થસૂત્ર નામના ગ્રંથમાં દ્રવ્યનું લક્ષણ ‘સતું' કહ્યું છે. સતું દ્રવ્યલક્ષણમ્ સત્ એટલે અસ્તિ-સત્તા. આ સત્તા કોને કારણ છે ? ઈશ્વરે નિર્માણ કરી અને ટકાવી રાખી છે કે ? ના. પ્રત્યેક દ્રવ્યની સત્તા એ તે તે દ્રવ્યનાં અસ્તિત્વગુણને કારણે છે. આ સત્તામાટે – અસ્તિત્વ માટે કોઈપણ પદ્રવ્યની મદદની કે સહાયની જરૂર પડતી નથી.
રામજી નામનો એક માણસ હતો. તેની પાસે ન તો જન્મનું પ્રમાણ પત્ર, ન તો રેશનકાર્ડ, ન કોઈ કાગળપત્ર. તે કોઈ કામે કચેરીમાં ગયો ત્યારે તેને પુછવામાં આવ્યું – “અરે, તું અસ્તિત્વમાં છે તેનું કોઈ પ્રમાણ છે ?' રામજી બોલ્યો, 'વાહ સાહેબ ! આ હું જીવતો જાગતો તમારી સામે ઊભો છું અને તમે મારા અસ્તિત્વનું પ્રમાણ માગો છો ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org