________________
‘પુદ્ગલ’ દ્રવ્યનું સ્વરૂપ
પુદ્ગલ વિષે આટલી માહિતી મેળવ્યાં બાદ કેટલીય બાબતો આપણાં ધ્યાનમાં આવે છે. શરીર આહારવર્ગણાનું બને છે. વાણી (ભાષા) તે ભાષાવર્ગણાથી બને છે અને મન તે મનોવર્ગણાથી, તેમ કર્મ કાર્માણવર્ગણાથી બને છે. આ બધાં પુદ્દગલના પ્રકારો હોવાથી અચેતન છે. કોઇપણ વર્ગણામાં જ્ઞાન અર્થાત ચૈતન્ય નથી. જ્ઞાન એ જીવનો ગુણધર્મ છે.
૫૯
શાસ્ત્રોમાં જ્યારે આવે છે કે હું ચૈતન્યમાત્ર છું અને શરીર, મન, વાણી, કર્મ તેનાથી ભિન્ન છું, તેનો અર્થ હવે આપણને સરખી રીતે સમજાયો. તેઓને ભિન્ન કરવા નથી, તે જીવથી ભિન્ન જ છે, આ માત્ર જાણવાનું છે.
પુદ્ગલને જાણવું તે દોષ નથી પણ તેને પોતાનું માનવું, તેમાં આત્મબુદ્ધિ કરવી તે દોષ છે.
અન્યોને જાણવું છે તે પોતાને ઓળખવા માટે. ‘પોતાને ઓળખો' આ મંત્ર આપણે સતત નજર સામે રાખી તદ્દનુસાર શાસ્ત્રવાંચન-અભ્યાસ કરવો જોઈએ.
બે દિવસ બાદ અમે જયપૂર શિબિરમાં જઈએ છીએ. ત્યાંથી પાછાં ફર્યા બાદ મળીશું.
એ જ તમારી બા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org