________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
રસ ધરાવતાં છોકરાંઓ છે.
આ સિદ્ધાંતો પણ એવા અદ્ભુત છે વળી સર્વજ્ઞકથિત હોવાથી તે અદ્ભૂત વાતો સત્ય પણ છે.
સ્થૂલ-સૂક્ષમતાની અપેક્ષાએ આ સ્કંધોનાં બીજા પ્રકારે પણ વર્ગીકરણ કર્યા છે.
૧. આહારવર્ગણા, ૨. તેજસવર્ગણા, ૩. ભાષાવર્ગગા, ૪. મનોવર્ગણા, ૫. કાર્માણવર્ગણા વિગેરે ૨૨ ભેદ છે.
૧) આહારવર્ગણા - આ વર્તણા સૌથી સ્થૂલ છે. આ પુદ્દગલ સ્કંધોથી ઔદારિક, વૈક્રિયિક અને આહારક આ ત્રણ પ્રકારના શરીરો બને
છે.
૫૮
આપણને દૃશ્યસ્વરૂપમાં આહારવર્ગણા જ તો દેખાય છે. માટી, લાકડું, લોખંડ, પથરા, કપડા, વનસ્પતી, એકેન્દ્રિયોથી માંડી પંચેન્દ્રિય પ્રાણીઓના શરીરો, મનુષ્ય, દેવ-નારકી જીવોનાં શરીરો તે બધાં આહારવર્ગણાથી બને છે.
૨) તેજસવર્ગણા - આ સ્કંધોથી તેજસ શરીર બને છે. શરીરને જે કાંતી પ્રાપ્ત થાય છે તે આ જ વર્ગણાને કારણે.
૩) ભાષાવર્ગણા - આ સ્કંધોથી શબ્દો બને છે. વિજ્ઞાનમાં પણ આપણે ધ્વનિલહરી કહીએ છીએ તેને રેડિયો વડે પકડાય છે, તેઓનું પુનઃ પ્રસારણ કરાય છે, તેઓની લંબાઈ મપાય છે.
૪) મનોવર્ગણા - આ પુદ્ગલ સ્કંધથી દ્રવ્યમન તૈયાર થાય છે. તે અષ્ટદલ કમલના આકારનું હોઈ છાતીની જગ્યાએ હોય છે. પણ સૂક્ષ્મ હોવાથી ઓપરેશન કરતી વખતે પણ આપણને તે કયાંય દેખાતું નથી. વિચાર, સંકલ્પ, વિકલ્પ, સ્મૃતિ વિગેરે કાર્યો આ મન દ્વારા ચાલુ હોય છે. તેને જાણવાનું કામ જીવ કરે છે. કહેતી વખતે પણ આપણે એમ કહીએ છીએ કે મારા મનમાં આવો વિચાર આવ્યો.
૫) કાર્માણવર્ગણા - આ વર્ગણાથી કાર્માણશરીર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org