________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
૫૪ કેવળ પર્યાય તરફ વાવાળાને દુઃખ, આકુલતા થયા વગર રહેશે નહીં, પણ તે પર્યાય જેમાંથી આવે છે તે ધ્રુવદ્રવ્ય તરફ દષ્ટિ કરવાથી નિરાકુલતાનો અનુભવ થશે.
જુઓને, આપણી સ્ત્રીઓની દષ્ટિ સોનાની પર્યાય પર એટલે અલંકારની ડિઝાઈન પર હોય છે માટે એક અલંકાર ભાંગી બીજો બનાવવાની આકુલતા હોય છે, પણ ઘરના વડિલો એટલું જુએ છે કે સોનું કાયમ છે ને ! તો ફીકર નથી, એટલે તેમની દૃષ્ટિ સોના પર હોવાથી તેઓ નિશ્ચિત હોય છે.
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ તે ચિંતા રહિત થવાની ઔષધિ છે. અમે ડૉકટર લોકો પેશન્ટને ઊઘની ગોળીઓ આપી પેશન્ટનું મન બધીર કરી અને દર્દનાશક ગોળીઓથી પેટની સંવેદના ઓછી કરી ઈલાજ કરીએ છીએ. પણ તે સાચો ઈલાજ નથી. તત્ત્વજ્ઞાન તો આપણને જાગ્રત કરી વસ્તુસ્વરૂપનું જ્ઞાન કરાવી આપે છે, તેથી આકુલતા અને ચિંતા પેદા થતી નથી. એ જ ખરો આકુલતા રહિત થવાનો માર્ગ છે. આગળની ચર્ચા આ પછીના પત્રમાં કરીશું.
-એ જ તમારી બા.
स्वातम को जाने नहीं, करे पुण्य बस पुण्य । तदपि भ्रमे संसार में, शिवसुख से हो शून्य ॥ १५ ॥
અર્થ : જે તે આત્માને જાણ્યો નથી, બધાં પુણ્યકમ જ કરતો રહીશ તોપણ તું મોક્ષસુખને પ્રાપ્ત કરી શકીશ નહીં. ઉલટાનો ફરી ફરી સંસારમાં જ રખડતો રહીશ.
- શ્રી યોગિદેવ - યોગસાર”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org