________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પર્યાયને અવસ્થા, દશા, હાલત, અર્થ, પરિણામ, પરિણમન એવા પણ નામો છે. વ્યાખ્યા – ‘ગુણના વિશેષ કાર્યને (પરિણમનને) પર્યાય કહે છે.” “પ્રત્યેક ગુણ પ્રત્યેક સમયે પરિણમિત થતો હોય છે એટલે તેની નવી નવી અવસ્થા થતી હોય છે.' જુની અવસ્થા જઈ નવી અવસ્થા આવતી હોય છે. જુની અવસ્થા નાશ પામે અને નવી અવસ્થા ઉત્પન્ન થાય એને જ અવસ્થાનું બદલાવું, પલટાવું એમ પણ કહે છે. આ અવસ્થા પહેલી અવસ્થા જેવી પણ હોઈ શકે અથવા જુદી પણ હોઈ શકે. અવસ્થા એવી ને એવી જ હોઈ શકે પણ એ જ અવસ્થા રહેતી નથી.
દ્રવ્ય અનંત ગુણોનું બનેલું હોય છે. તે આપણે પહેલાં જ જોયું છે. તેના પ્રત્યેક ગુણની પોતાની સ્વતંત્ર ભિન્ન ભિન્ન અવસ્થા દરેક સમયે થતી હોય છે. ગુણ અનાદિ અનંત છે અને તેની પર્યાય માત્ર એક સમય પુરતી છે; પણ ક્ષેત્રની અપેક્ષાએ જોતાં જેટલો ગુણનો વિસ્તાર છે એટલે કે જેટલું મોટું ગુણનું ક્ષેત્ર તેટલો જ પર્યાયનો વિસ્તાર હોય છે. પર્યાયનું ક્ષેત્ર પણ તેટલું જ મોટું છે, પર્યાયનું ક્ષેત્ર પણ તે જ છે. સોનામાં વર્ણ ગુણનું જેટલું ક્ષેત્ર છે તેટલું જ ક્ષેત્ર વર્ણ ગુણના પીળાપણાની અવસ્થાનું
પુદગલ દ્રવ્ય છે, તેના અનંત ગુણોમાંથી વર્ણ અને રસ એ બે ગુણો આપણે દાખલા તરીકે લઈએ.
વર્ણ એ ગુણ અનાદિ અનંત કાયમ રહે છે. તે ગુણની દરેક સમયે કોઈ ને કોઈ અવસ્થા થતી હોય છે. દા.ત. વર્ણ તે ગુણ છે અને લાલ, ભૂરો, સફેદ, લીલો ઈત્યાદિ તેની અવસ્થા છે. જેમકેરીમાં વર્ણ ગુણની લીલી અવસ્થા છે, વર્ણ ગુણ કાયમ રહે છે અને તે વર્ણ ગુણની પીળી અવસ્થા થાય છે તેથી લીલો વર્ણ બદલાઈ પીળો વર્ણ થયો, એમ આપણે કહીએ છીએ, ત્યારે ગુણ બદલાતો નથી પણ તેની અવસ્થા બદલાયેલી હોય છે. આ ફેરફાર આપણાં ધ્યાનમાં આવે ત્યારે આપણને લાગે છે કે હમણાં જ આ અવસ્થા બદલાઈ, આટલા ૮-૮ દિવસ કેરી લીલી જ હતી. પણ આ જે બદલાવ છે તે દરેક સમયે ચાલુ છે. જેમ લીલી અવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org