________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
આકાશદ્રવ્ય ઈતર દ્રવ્યોને અવગાહન આપે છે એનો અર્થ તે તે વસ્તુઓ (દ્રવ્યોના)ની ચારેબાજુ હોય છે એમ નથી. બધાં દ્રવ્યોની આરપાર આકાશદ્રવ્ય વ્યાપેલું છે. લોખંડનો ઘન ટુકડો જોઈએ તો તે આકાશદ્રવ્યમાં છે અને આકાશદ્રવ્ય તેની અંદર અને બાહર બધી બાજુએ વ્યાપેલું છે. એમ જોવા જઈએ તો છ એ દ્રવ્યો એકબીજાને અવગાહન આપે છે-એક જગ્યામાં રહે છે. (એકક્ષેત્રાવગાહ સંબંધ).
કાળદ્રવ્ય :- લોકાકાશમાં અસંખ્યાત પ્રદેશો છે. તે પ્રત્યેક પ્રદેશ પર એક એક કાળદ્રવ્ય સ્થિત છે. પરિણમનહેતુત્વ એટલે બધાં દ્રવ્યોને પરિણમન કરવામાં નિમિત્ત થયું તે આ દ્રવ્યનો વિશેષ ગુણ છે. આપણને જે ક્ષણ, મિનિટ, કલાક, દિવસ, મહિનો એ કાળ (Time) સમજાય છે તેને વ્યવહાર કાળ એમ કહે છે. કાળદ્રવ્યની એક પર્યાયને ‘સમય' એમ કહેવાય છે. એવા અસંખ્ય સમયોની એક સેકંડ થાય છે.
૪૦
આમ ગુણો દ્વારા દ્રવ્યને ઓળખાય છે, તત્ત્વની ભાષામાં ગુણ એ લક્ષણ છે અને દ્રવ્ય તે લક્ષ્મીભૂત પદાર્થ (લક્ષ્ય) છે. જ્ઞાન લક્ષણ છે અને આત્મા એ લક્ષ્ય છે. જેમાં જ્ઞાન છે તે જ આત્મા છે. આત્માને જાણવો હોય તો લક્ષણ દ્વારા જાણવો-અનુભવવો પડશે. બીજો કોઈ પણ ઉપાય નથી. ભગવાનની પૂજા કરવાથી, ઉપવાસ કરવાથી, લાખો રૂપિયાનું દાન દેવાથી, આત્માનો અનુભવ નહીં થાય; પરંતુ જ્યાં જ્ઞાન લક્ષણ છે ત્યાં દૃષ્ટિ વાળવાથી, ઉપયોગ કેન્દ્રિત કરવાથી, અંતર્મુખ થઈ લક્ષણો દ્વારા જાણીએ તો જ આત્માનો અનુભવ થઈ શકે છે.
Danger Signal થોભો, સાંભળો અને આગળ વધો. તત્ત્વો બાબત આવું કથન સાંભળતા જ ઝટ વિચાર આવે છે કે તો પૂજા, દયા, દાન એ બધું વ્યર્થ છે ? છોડી દઈએ ? કદાપિ નહીં. શ્રદ્ધામાં-જેમ છે તેમ વસ્તુસ્વરૂપ-જાણવાનું છે, માનવાનું છે. જેને તત્ત્વનો અભ્યાસ છે તેને તો સર્વજ્ઞ પ્રત્યે અત્યંત ભક્તિભાવ આવ્યા વગર રહેતો નથી. પૂજા, સ્વાધ્યાય, દાન વિગેરે માટે આવી વ્યક્તિ વધુ અને વધુ સમય અને ધન ખર્ચ કરતાં દેખાય છે. આજકાલ એકાદને ધન આપવાનું સહેલું લાગે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org