________________
સાચા દેવનું સ્વરૂપ
સંયમને શાસ્ત્રોમાં એકડા વગરના મીંડા કહ્યા છે, માત્ર એક પર એક મીંડા ચડાવતા જઈએ અને તે પહેલા કોઈ આંકડો જ ન હોય તો તેની કિંમત શૂન્ય જ થશે. મૂળમાં જ ભૂલ હોય તો આગળનું બધું ભૂલ ભરેલું જ થતું જશે.
હું એટલે આત્મા છું. મારા સ્વભાવને એટલે જ શુદ્ધાત્મસ્વરૂપને જાણવું હોય તો ઈશ્વરને અર્થાત પરમાત્માને જાણવો જોઈએ. ઈશ્વરનું અર્થાત સાચા દેવનું સ્વરૂપ જાણવામાં જ ભૂલ થાય તો શુદ્ધાત્માના સ્વરૂપને જાણવાની ભૂલ થશે. દેવનું યથાર્થ સ્વરૂપ ન જાણતાં તેનું સ્મરણ, ચિંતન, પૂજન, ભજન કરવાથી આપણે ભાગે યથાર્થ લાભ આવશે નહીં.
આપણે નાની છોકરીને અરીસા સામે લઈ જઈ શિખવાડીએ ‘જો આ તું છે.' ફોટો બતાવીને ‘આ તું એમ શિખવાડીએ. તે પ્રમાણે જ ભગવાન સામે જઈ આ મારા શુદ્ધ આત્માનું પ્રકટ રૂપ એટલે પ્રતિબિંબ છે એમ સમજવું. ' જુઓ, ણમોકાર મંત્રમાં અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરેલા છે. કોઈપણ વિશિષ્ટ વ્યક્તિને નહીં. અરહંત અને સિદ્ધ એટલે દેવ. દેવપણાની પરિક્ષા શું? કઈ કસોટીમાંથી પસાર થયા બાદ એકાદ વ્યક્તિ દેવ બને છે તે જાણવું મહત્વનું છે. સોનાનો ટચ જેવા કસોટી પથરાપર ઘસી તે પરથી તે સોનું ૧૮ કેરેટ કે રર કેરેટ કે ૨૪ કેરેટ (૧૦૦%)નું છે તે નકકી કરવામાં આવે છે. દેવપણાવિષે પૂર્ણ વીતરાગતા અને સર્વજ્ઞતા એ જ કસોટી છે. અરહંત વીતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી છે. સિદ્ધ ભગવાન વીતરાગી અને સર્વજ્ઞ છે.
વીતરાગી એટલે જેમનો રાગ નાશ પામ્યો છે. તીવ્ર દ્વેષ અને તીવ્ર રાગનો અભાવ થતાં થતાં અતિ મંદ રાગ બાકી રહે છે અને તેનો પણ અભાવ કરી જીવ પૂર્ણ વીતરાગી થાય છે તે જીવને વીતરાગી એમ કહેવાય છે. રાગદ્વેષનું બીજું નામ કષાય છે. ચાર શબ્દોમાં કહીએ તો ક્રોધ, માન, માયા, લોભ.
જે જે પ્રમાણમાં કષાયોનો અભાવ થતો જાય છે તે પ્રમાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org