________________
૨૯
વિશ્વનું સ્વરૂપ
પ્રથમ લોકાકાશનું સ્વરૂપ કહ્યું છે કે આકાશ દ્રવ્ય છે, તેનો ક્ષેત્ર વિસ્તાર અનંત છે. જેનો છેડો જ નથી એવું અનંત-અનંત આકાશ છે. તે આકાશદ્રવ્યની વચ્ચોવચ લોક છે. બધાં દ્રવ્યો - છએ છ દ્રવ્યોજેમાં ભેગાં થયાં છે તે છએ દ્રવ્યોના સમૂહને લોક એમ કહેવાય છે. તે લોકને-વિશ્વને કોઈએ ઉત્પન્ન કર્યું નથી, કોઈએ ધારણ કર્યું નથી અને તેનો રક્ષણકર્તા પણ કોઈ નથી (કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા -૧૧૫)
આનો ભાવાર્થ એમ થાય છે કે અન્યમતની કલ્પના પ્રમાણે જગતની રચના બ્રહ્મા કરે છે, શંકર સંહાર કરે છે, વિષ્ણુ રક્ષણ કરે છે, શેપ નાગે તેને ધારણ કર્યું છે (આધાર આપ્યો છે) પ્રલય સાથે જ બધું શૂન્ય થઈ જાય છે ને બ્રહ્માની જ સત્તા રહી જાય છે અને તેમાંથી સૃષ્ટીની ઉત્પત્તિ થાય છે - આ બધુ કલ્પિત છે. તે બધાનો નિષેધ આ સૂત્રદ્રારા કર્યો છે. પાછલા પત્રમાં આપણે જોયું હતું કે “મતાર્થ કરવું એટલે ખોટાં મતોનું ખંડન કરવું તે આ શ્લોક દ્વારા કર્યું છે.
લોકનું સ્વરૂપ આગળ કહે છે કે જીવાદિ છ દ્રવ્યો છે તેમનો પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ પ્રવેશ એટલે 'મિલાપરૂપ અવસ્થાન' (હળીમળીને રહેવું) તેને લોક કહે છે. છ દ્રવ્યોનો સમુદાય લોક છે. આ દ્રવ્યો નિત્યકાયમ રહેવાવાળા છે માટે લોક પણ નિત્ય છે – અનાદિ-અનંત છે. ઉપર “એકક્ષેત્રાવગાહ સંબંધ' એવો શબ્દ આવ્યો છે. તેનો અર્થ એક જ ક્ષેત્ર વ્યાપવું એટલે સત્તા ભિન્ન ભિન્ન હોવાં છતાં એક જ જગ્યામાં અનેક વસ્તુઓ રહે. બધાં દ્રવ્યો એક બીજાને અવગાહન કરે છે, એકબીજામાં સમાઈ જાય છે. જેમ એક ઘનફૂટ કાંચનો ટુકડો છે તેમાંથી પ્રકાશ પણ પસાર થાય છે. એટલે કે એક ઘનફૂટ જગ્યામાં (Space માં) કાચ છે તે જ જગ્યામાં પ્રકાશ પણ છે.
સમજે કે એક ઓરડીમાં એક પીળો દિવો પ્રગટાવ્યો, તેનો પ્રકાશ તે ઓરડીમાં ફેલાયો. તે જ ઓરડીમાં બીજો ભૂરો દિવો પ્રગટાવીએ તો તેનો પણ પ્રકાશ તે ઓરડીમાં બધે ફેલાશે-વ્યાપશે. ભૂરા અને પીળા પ્રકાશે બન્નેએ એકબીજાને અવગાહન આપ્યું કહેવાય. તે જ પ્રમાણે બીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org