________________
વિશ્વનું સ્વરૂપ
પત્રાંક ૫
૨ ઓકટોબર ૧૯૯૩
વિશ્વનું સ્વરૂપ
પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં શુભાશિષ,
પર્યુષણ નિમિત્તે ઔરંગાબાદ જઈ આવ્યા બાદ આજે જ લખવાની શરૂઆત કરું છું. આપણા પત્રોને સારો પ્રતિસાદ મળે છે. ઔરંગાબાદવાળા સૌ. ફુરસુલે ત્યાંની મહિલાઓ સાથે સામુહિક સ્વાધ્યાય કરે છે. તેમણે કહ્યું, ‘તમારો પત્ર-સાચા દેવનું સ્વરૂપ અમને સ્વાધ્યાય માટે ઘણું જ ઉપયોગી જણાયું. તમારા પત્રો અને સામુહિક રીતે વાંચીએ છીએ. અને આવી પણ માતા હોય છે તેની નવાઈ લાગે છે.'
કુર્લાવાળા રમેશકાકા (R.K. Shah) બોલ્યા, “નાનપણમાં ગ્રંથોની પવિત્રતાને કારણે અને બીજા ઘણા બંધનોને લીધે અમારો અને શાસ્ત્રોનો સંબંધ દૂર જ રહ્યો, હવે મોક્ષમાર્ગપ્રકાશક, રત્નકરંડશ્રાવકાચાર શોધી વાંચવા લઉ છું અને સમજાતા નથી એટલે પાછાં મુકી દઉં છું. પણ તમારા પત્રો બહુ ઉપયોગી નીવડયાં. સહેલી ભાષાનો આ પ્રયોગ સારો છે.” ઘણી જ સ્પષ્ટવકતા એવી વ્યક્તિ પાસેથી મળેલ આ પ્રશંસાત્મક આશીર્વાદ છે એમ હું માનું છું.
હજી સુધી આપણે શાસ્ત્રાભ્યાસ કરવા વિષેની ફકત શરૂઆત જ કરી છે. શાસ્ત્રોનો અભ્યાસ-વાંચન-શ્રવણ કરવા માટે હજુ થોડી વધુ જાણકારી અને પારિભાષિક શબ્દો આપણે જાણી લેવા પડશે. આપણી તિજોરીમાં ઘણો માલ-સંપત્તિ છે પણ ચાવી નથી એવી આપણી સ્થિતિ છે. શાસ્ત્રભંડાર છે પણ તેને સમજવા માટે તેમાંના શબ્દોનો અર્થ-મર્મ જાણીએ નહીં તો પરદેશમાં અજાણી ભાષા સાંભળતાં જે સ્થિતિ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org