________________
૩૧
| વિશ્વનું સ્વરૂપ
લોકાકાશ કહે છે અને બાકી કેવળ જે આકાશ દ્રવ્ય છે તેને અલોકાકાશ
પ્રત્યેક દ્રવ્યનો વિસ્તાર કેવડો મોટો છે અર્થાત પ્રત્યેક દ્રવ્ય કેટલું ક્ષેત્ર વ્યાપે છે, તે બતાવવા માટે પ્રદેશ’ એક માપ છે. સંક્ષેપમાં તેને Smallest unit of Space or Area એમ કહી શકાય. પ્રત્યેક દ્રવ્ય કેટલું ક્ષેત્ર વ્યાપે છે તે દર્શાવવા તે કેટલાં પ્રદેશ છે તે કહેવામાં આવે છે. પુગલ પરમાણું સૌથી નાનું જેનો બીજો ભાગ કરી શકાય નહીં એવું દ્રવ્ય છે. તેને કેટલી જગ્યા જોઈએ ? તો એક પ્રદેશ; માટે પુદ્ગલને એકપ્રદેશી પણ કહેવામાં આવે છે. હવે તે પ્રદેશનું માપ લઈ છ દ્રવ્યો કેટલાં ક્ષેત્રમાં વ્યાપે એટલે કે કેટલાં પ્રદેશ છે તે આપણે જોઈએ.
આકાશદ્રવ્ય સૌથી મોટું એટલે અનંતપ્રદેશ છે. લોકાકાશ અસંખ્યાત પ્રદેશ છે. પ્રત્યેક જીવ તે અસંખ્યાત પ્રદેશ છે. છેવદ્રવ્યોના પ્રદેશ સંકોચવિસ્તાર પામી શકે છે. અધિકાધિક વિસ્તાર લોકાકાશ જેવડો (કેવલી સમુદ્રઘાત) અને અધિકાધિક સંકોચ-સૂક્ષ્મનિગોદ શરીર જેવડો. ધર્મદ્રવ્ય સંપૂર્ણ લોકાકાશભરીને ફેલાયેલું દ્રવ્ય છે માટે તે અસંખ્યાત પ્રદેશ છે. અધર્મદ્રવ્ય પણ સંપૂર્ણ લોકાકાશભરીને ફેલાયેલું છે માટે તે પણ અસંખ્યાત પ્રદેશ છે. કાળદ્રવ્ય એકપ્રદેશ છે. લોકાકાશના જે અસંખ્ય પ્રદેશ છે તે પ્રત્યેક પ્રદેશ પર એક એક કાળદ્રવ્ય સ્થિત છે. શાસ્ત્રોમાં તેને રત્નોના રાશીની ઉપમા આપી છે. - હવે જે રહી ગયું છે તે પુગલ દ્રવ્ય. સાચી રીતે પુદ્ગલ પરમાણુ તે એક દ્રવ્ય છે, અને તે એક પ્રદેશ છે. પણ માત્ર પુદ્ગલ પરમાણુમાં જ એવી શક્તિ છે કે બે કે બે થી વધુ કે અનંત પુલ ભેગા મળી સ્કંધ થાય છે અને તેને પણ પગલ' કહેવામાં આવે છે. તે અપેક્ષાએ પુદ્ગલને એકપ્રદેશી, બહુપ્રદેશી તેમ જ અનંતપ્રદેશી કહે છે. ‘પુ એટલે એકસાથે બાંધવું-બંધાઈ જવું અને ગલ એટલે વિખરાઈ જવું. તેના નામ પરથી જ તેની વિશેષતા સમજાય છે. બીજી એક મજા છે. જેટલી જગ્યામાં એક પુગલ પરમાણું રહે છે તેટલી જ જગ્યામાં અનંત પુગલ પરમાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org