________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
એક સહેલો પ્રયોગ કરી જુઓ. એક પ્યાલો છલોછલ ભરી પાણી લો. તેમાં વધારે પાણી રેડો તો ઢોળાશે પણ તેમાં એક પ્યાલો ભરી રાખ નાખો તોપણ તે તેમાં સમાઈ જશે. તેમાં જ અનેક પિનો (ટાંકણીઓ) ખોસો તે પણ તેમાં બેસી જશે. રાખ અને પાણીએ એકબીજાને અવગાહન આપ્યું, જગ્યા આપી-સમાવી લીધું. તે પ્રમાણે બધાં છએ દ્રવ્યો એકબીજાને અવગાહન આપે છે. જે આકાશમાં (Space માં) ધર્મદ્રવ્ય છે, તેમાં જ અધર્મદ્રવ્ય છે. તેમાં જ અસંખ્ય કાળદ્રવ્યો છે, તેમાં જ અનંત જીવદ્રવ્યો છે અને તેમાં જ અનંતાનંત પુદ્દગલ દ્રવ્યો છે. કોઈપણ દ્રવ્ય પોતાને માટે સ્વતંત્ર જગ્યાની માગણી કરતું નથી. બધાં દ્રવ્યો એકક્ષેત્રાવગાહી હોવાં છતાં દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેકનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્યના પોતપોતાના ગુણધર્મો કાયમ છે.
એક જીવદ્રવ્ય બીજા જીવદ્રવ્યોને અવગાહન આપે છે, એક પુદ્ગલ પરમાણુ પણ અનંત પરમાણુઓને (તેટલી જ જગ્યામાં) અવગાહન આપે છે એમ શા ઉપરથી કયું છે ? એક જ સિદ્ધશિલા પર અનંત સિદ્ધો બિરાજમાન છે, તેઓનું દરેકનું અસ્તિત્વ-સત્તા ભિન્ન ભિન્ન છે. નિગોદના એક જ શરીરમાં અનંત જીવો રહે છે તો પણ પ્રત્યેક જીવનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. એના પરથી એમ સિદ્ધ થાય છે કે જીવદ્રવ્ય એકબીજાને અવગાહન આપે છે.
૩૦
અનાદિકાળથી આ છએ દ્રવ્યો ભેગા હોવાં છતાં છ ના સાત દ્રવ્યો થયાં નથી કે બધાનું મળી ભેગું એક દ્રવ્ય થયું નથી, જીવદ્રવ્યો પુદ્ગલરૂપે થયાં નથી, કે પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્યરૂપ થયો નથી. માટે પૃથ્વી, પાણી, તેજ વાયુ વિગેરેના સંયોગથી જીવની ઉત્પત્તિ થાય છે એવી માન્યતા ભૂલ ભરેલી છે એમ સિદ્ધ થાય છે.
બધા જ દ્રવ્યો એકબીજાને અવગાહન આપે છે છતાં પણ અવગાહન શક્તિ તે આકાશદ્રવ્યનો વિશેષગુણ કહ્યો છે. કારણ આકાશ દ્રવ્ય સૌથી મોટો છે અને તેમાં બીજા બધાં દ્રવ્યો સમાયા છે. આકાશદ્રવ્ય એક સંપૂર્ણ અખંડ દ્રવ્ય છે. તેનાં જે ભાગમાં બીજા પાંચે દ્રવ્યો સમાવ્યા છે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org