________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
સમાઈ શકે છે. તે કારણથી જ તો લોકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો સમાઈ શકે છે.
Three
લોકાકાશનો આકાર તો આપણે બધાં જાણીએ છીએ. પણ ચિત્રમાં દોરીએ તેવો તે એકવડો નથી પણ ઘન છે Dimentional છે. આપણે જે આકૃતિથી પરિચિત છીએ, તે તો પૂર્વપશ્ચિમ વિસ્તાર કેવો છે તેનું ચિત્ર છે. ઉંચાઇ ૧૪ રાજૂ છે. પૂર્વ પશ્ચિમ લંબાઈ - નીચે ૭ રાજૂ, વચ્ચે ૧ રાજૂ, ઉપર ફરીથી પ રાજૂ અને સૌથી
આમ
ઉપર ૧ રાજૂ. તે જ મુજબ દક્ષિણોત્તર પહોળાઈ બધે ૭ રાજૂ છે. લોકાકાશનો વિસ્તાર ૩૪૩ ધનરાજૂ છે. હવે રાજૂનું માપ અહીં લખવું ઉચિત નથી કારણ આપણો જુદો વિષય ચાલે છે.
૩૨
લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર છએ દ્રવ્યોના પ્રદેશો એકબીજામાં સમાયાં છે. જુઓ ને, લોકાકાશના એક ભાગમાં આકાશદ્રવ્ય તો તે પોતે જ છે, તેમાં જ જીવદ્રવ્યોના પ્રદેશો છે, તેમાં જ પુદ્દગલ દ્રવ્યો છે, તેમાં જ ધર્મદ્રવ્યોના પ્રદેશો, અધર્મદ્રવ્યોના પ્રદેશો અને કાળદ્રવ્યોના પ્રદેશો છે.
આ છ દ્રવ્યોમા ફકત જીવદ્રવ્ય જ જાણી શકે છે-તેમાં જ્ઞાન છે, તેને ચેતનદ્રવ્ય પણ કહેવાય છે. તેને બાદ કરતાં બાકીના પાંચે દ્રવ્યો અજીવ છે. અચેતન છે જડ છે. તેઓમાં જાણવાની શક્તિ નથી. જીવોમાં એવો ગુણ (જ્ઞાનગુણ) છે કે જે પોતાને અને બીજાઓને–અન્યોને જાણી શકે છે. સર્વજ્ઞનું જ્ઞાન પૂર્ણ વિકસિત હોવાથી બધાં દ્રવ્યો તેમના જ્ઞાનમાં જણાય છે, ઝળકે છે.
આ છ દ્રવ્યોમાં એક પુદ્ગલ જ દ્રવ્ય રૂપી છે. અન્ય પાંચ દ્રવ્યો અરૂપી છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તે પુદ્ગલ દ્રવ્યના વિશેષ ગુણો છે. તે ઉપરથી ધ્યાનમાં આવે છે કે આપણે જે જે જોઇએ છીએ, સાંભળીએ છીએ, ગંધ પારખીએ, સ્પર્શથી ઓળખીએ-અનુભવીએ.-પાંચે ઈન્દ્રિયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org