________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય જ નથી; અમને કોઈ મોક્ષ વિગેરેની ઈચ્છા નથી, નકામું એની પાછળ પડી અમારા આજના સુખથી વંચિત થવું પડશે.
દીકરીઓ તમે જ વિચાર કરો, તત્ત્વ જાણવાથી જે નષ્ટ થાય તે સુખ હોઈ શકે જ કેમ? તમને યાદ છે, નાનપણમાં તમને આવેલા સ્વપ્નો તમે બહુ જ સવિસ્તારથી કહેતાં હતાં. અને તે કહેતાં કોઈવાર ગભરાતા હતાં તો કોઈવાર ખુશ થતાં હતાં. પણ મારી પ્રતિક્રિયા ન જોઈ તમને ગુસ્સો આવતો, કે મને કેમ કશું જ થતું નથી. પણ હવે સમજાય છે ને કે, જાગૃત અવસ્થામાં સ્વપ્નોની ભાવનાઓની શી કિંમત હોય છે ?
તત્ત્વોનો અભ્યાસ કરી આવી જ જાગૃત અવસ્થા આવે છે. તે કારણે જે વાતમાં સુખ જ નથી તે વાતમાંથી સુખબુદ્ધિ અલોપ થાય તો તેમાં શું બગડયું ? અને આપણે જેમાં સુખ માનીયે તે સુખ પણ કયાં ચિંતારહિત Tension free છે? અરે! મારું આ ઐશ્વર્ય ટકી રહેશે? મારા પ્રિય સગાસંબંધી મને છોડી તો નહીં જાય ? મને લાંબુ આયુષ તો મળશે ને? હું અને મારા કુટુંબીજન નિરોગી રહીશું કે નહીં ? એક-બે કે અનેક ચિંતા.
અલી, સમાજના અનેક સ્તરોમાથી અનેક વ્યક્તિઓ મારી પાસે આવે છે. ગરીબથી પૈસાદાર સુધી, બાળકોથી તે વૃદ્ધો સુધી, તેઓનું દુ:ખ કેવળ બીમારી સુધી મર્યાદિત નથી હોતું. ફેમિલી ડૉકટરને નાતે પાસેના સગાઓને પણ ન જણાવે તેવા દુઃખો તે લોકો મારી પાસે આવી છતા કરે છે. બહારથી સાદા અને સુખી જણાતા આ માણસો જ્યારે પોતાનાં દુઃખો પ્રકટ કરે છે, ત્યારે તેઓ મને અન્તર્મુખ બનાવે છે. તે દુઃખોના કારણો અને તેના ઉપાયો તે બન્ને આપણને તત્ત્વજ્ઞાનમાં જ જડે છે. તત્ત્વજ્ઞાનની સમજ અને મહાનતા ત્યારે વધુ પ્રકર્ષથી જણાય છે.
તત્ત્વાભાસથી માણસ ધર્માધ અથવા ધર્મલો થાય છે એવી સમજણ પણ ભૂલભરેલી છે. સત્ય શું છે, અસત્ય શું છે તે સમજાવી અસત્ય મતોનું ન્યાયપૂર્વક ખંડન કરી, સત્ય દિંગબર જૈન ધર્મ એટલે કેવળી પ્રણિત ઉપદેશ જ સત્ય શા માટે છે તેનું પ્રતિપાદન અનેક ગ્રંથોમાં કર્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org