________________
પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય
પત્રાંક ૪
૧૫ ઓગસ્ટ ૧૯૯૩
જૈન શાસ્ત્રોની અર્થ કરવાની પદ્ધતિ
પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં આશિષ.
પત્રની તમે આતુરતાથી વાટ જુઓ છો તે જાણી સારું લાગ્યું. પત્રો સાચવી રાખો છો તે સારી વાત છે. કારણ ફરી ફરી વાંચવાથી તેમાનો મર્મ વધુ ને વધુ સમજાશે. શરૂઆતમાં ઘણાં નવા શબ્દો વાંચી કદાચ ગુંચવાડામાં પડી જવા જેવું થશે, પણ ફરી ફરી વાંચન કરવાથી તે શબ્દો ધ્યાનમાં રહેશે, આપણે ટી.વી. સિરીયલ જોઈએ ત્યારે પહેલાં ૨-૩ એપિસોડ (ભાગ) જોયા પછી જ પાત્રોની ઓળખાણ થવા માંડે છે, છે કે નહીં ?
આપણે બધાને જ તત્ત્વાભ્યાસની ચોકકસ આવશ્યકતા છે; તે આપણે પાછલા પત્રમાં જોયું. પણ તત્ત્વાભ્યાસ એટલે ચોકકસ શું કરવું એવો આગળનો પ્રશ્ન તરત જ આંખો સામે ઉભો રહે છે. કારણ જૈન શાસ્ત્રો-ગ્રંથો તો કેટલાય છે. પોતાની રીતે સ્વયં વાચતાં કંઈ સમજ પડતી નથી. જૈન શાસ્ત્રોનું નહીં, પણ પ્રત્યેક વિષયનું એમ જ છે. મેડિકલ, એંજીનીયરીંગના પુસ્તકો બજારમાં ઉપલબ્ધ હોય તો પણ તે તે કોલેજમાં પ્રવેશ મેળવી, ત્યાં અભ્યાસ કરીને જ વિદ્યાર્થી ડોકટર કે એંજીનિયર બને છે. દરેક વિષયનું જ્ઞાન તે તે વિષયના ખાસ જાણકાર પાસેથી જ લેવું જોઈએ.
જૈન શાસ્ત્રોનો અર્થ કાઢવો તે આત્મજ્ઞાની ગુરૂનું કામ છે. જેમણે વીતરાગતા પ્રગટ કરી છે તેઓ જ શાસ્ત્રોના શબ્દોનો મર્મ જાણે છે અને તેઓ જ તેમાં રહેલો અર્થ કાઢી શકે છે. શાસ્ત્રોમાં રહેલો અર્થ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org